GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

Nokiaના આ ફોનમાં મળશે Android 10 GO Editionનો સપોર્ટ, HMDએ કરી પુષ્ટિ

સ્માર્ટફોન બનાવતી કંપની નોકિયા (Nokia) તેના એન્ટ્રી લેવલ ફોનમાં એન્ડ્રોઇડ 10 ગો એડિશનને સપોર્ટ કરશે. આ માહિતી એચએમડી ગ્લોબલ ચીફ ઓફિસર જુહો સાર્વિકાસે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

તેમણે લખ્યું છે કે નોકિયા 2.1, 1 પ્લસ અને નોકિયા 1 ટૂંક સમયમાં એન્ડ્રોઇડ 10 ગો એડિશન ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. અમે એન્ટ્રી લેવલના સ્માર્ટફોન યુઝર્સ સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરીશું નહીં. એન્ડ્રોઇડ 10 ગો એડિશનથી આ સ્માર્ટફોનની મેમરી, પરફોર્મન્સ સહિતની સુરક્ષામાં વધારો થશે. જો સૂત્રોનું માનીએ તો, કંપની ટૂંક સમયમાં આ ઓપરેટિંગ સિસ્ટમને રોલ આઉટ કરશે.

ગ્રાહકો એન્ડ્રોઇડ પાઇ ગો એડિશન સાથે નોકિયા 1 પ્લસ ખરીદી શકશે. આ સાથે, તેઓને Q1 2020નું અપડેટ મળશે. 2018 માં, કંપનીએ નોકિયા 1 લોન્ચ કર્યોં હતો. આ ફોન માટે પણ ક્યૂ2 2020 એડિશન અપડેટ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, યૂઝર્સ એન્ડ્રોઈડ 10 ગો એડિશન દ્વારા તેજીથી ફોનનો ઉપયોગ કરી શકશે. જ્યારે નવા Android 10 એડિશન માટે વિવિધ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

નોકિયા 1 પ્લસની સ્પેસિફિકેશન

આ ફોનમાં 960×480 પિક્સલ રિઝોલ્યુશન વાળી 5.45 ઇંચની ડિસ્પ્લે લાગેલી છે. વધુ સારા પ્રદર્શન માટે, આ ફોનમાં મીડિયાટેક MT6739 પ્રોસેસર સાથે PowerVR GE 8100 જીપીયુ છે. ઉપરાંત, યુઝર્સને આ ફોનમાં 1 જીબી રેમની સાથે 8 જીબી સ્ટોરેજ મળશે.

નોકિયા 1 પ્લસનો કેમેરા

તે જ સમયે, કંપનીએ આ ફોનની પાછળના ભાગમાં ઓટોફોકસ એલઇડી ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. આ ઉપરાંત, યુઝર્સ 5 મેગાપિક્સલનાં કેમેરા સાથે સુંદર સેલ્ફી ક્લિક કરી શકશે. નોકિયા 1 પ્લસમાં એન્ડ્રોઇડ ગો સહિત એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓએસ મળશે.

READ ALSO

Related posts

તમારી દીકરી કોલેજમાં કેવા ધંધા કરે છે ખબર છે, વાયરલ કરી દઈશ વીડિયો અને ફોટો, આખરે પકડાયો

Nilesh Jethva

અમદાવાદીઓ સાવધાન : સરકાર છૂપાવી રહી છે વિગતો, આ દર ગુજરાત કરતાં પણ છે ડબલ

Bansari

મોદી સરકાર ભલે રાહત પેકેજો આપે પણ 7 કરોડ લોકોની નોકરી અને 40 ટકા પગાર કાપનો ખતરો, કંપનીઓ રાહતો લઇને નહીં આપે રાહત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!