GSTV

Nokia C30 / 6000 mAh મોન્સ્ટર બેટરી સાથે ભારતમાં લોન્ચ થયો ફોન, જાણો તમામ ફિચર્સ

Last Updated on October 22, 2021 by Pritesh Mehta

મોબાઈલ ફોન ઉત્પાદક અનેક કંપનીઓ વચ્ચે પણ Nokiaની લોકપ્રિયતા અકબંધ છે. Nokiaએ ભારતીય માર્કેટમાં નવો ફોન સી-30 લોન્ચ કર્યો છે. Nokia C30 નોકિયાના ફોનમાં અત્યાર સુધીની સૌથી વધુ બેટરી લાઇફ અને સૌથી મોટી સ્ક્રીન સાથે સૌથી પાવરફુલ C-સીરિઝ સ્માર્ટફોન છે. સ્પેશિયલ જીયો એક્સ્લુઝિવ પ્રોગ્રામના ફાયદા સાથે ઉપલબ્ધ Nokiaનો આ ચોથો સ્માર્ટફોન છે.

Nokia C30

Nokia C30માં મળશે મોટી સ્ક્રીન

નોકિયા C30માં 6.82” HD+ની વિશાળ ડિસ્પ્લે અમારા પ્રશંસકોની માગણી પૂરી કરે છે. નોકિયા C30 પર તમામ વ્યુઇંગ એંગલ્સ ઉત્તમ હોવાથી તમે તમારા આઇડિયા સરળતાથી રજૂ કરી શકો છો. આટલી મોટી સ્ક્રીન પર તમારી ફેવરિટ સીરિઝ જોવાની મજા પડશે,

મજબૂત બેટરી

સતત વ્યસ્ત રહેતા અને કઠીન મહેનત કરતા લોકો હંમેશા ફોન ચાલુ રહે તેવી બેટરી માગતા હોય છે. નોકિયા C30માં આકર્ષક 6000 mAh બેટરી છે, જે તમને સિંગલ ચાર્જમાં ત્રણ દિવસ સુધી કામ કરવાની સુવિધા આપે છે, જેથી તમે વ્યાવસાયિક કામ ઉપરાંત તમારા મિત્રો-પરીચિતો સાથે જોડાયેલા રહી શકો. આ ફોનનો ઉપયોગ કરવાથી ક્વોલિટીનો અનુભવ થશે, જે ખરેખર ટકાઉ ફોન જ આપી શકે. નોકિયા C30 મજબૂત પોલિકાર્બોનેટ શેલમાં વીંટવામાં આવ્યો છે, જે તમારમાં વિશ્વાસ જગાવે છે.

13MP કેમેરા

C30 સીરીઝ ડિવાઇસમાં અત્યાર સુધીનું સૌથી વધુ રિઝોલ્યુશન આપતા 13MP કેમેરાને કારણે તમે જીવંત ક્ષણોને પકડીને આલ્બમમાં સંગ્રહ કરી શકો છો. તેનાં ડેપ્થ સેન્સર તમારા પોર્ટેઇટ્સને જરૂરી ક્વોલિટી પૂરી પાડશે.

સેફ્ટી ફર્સ્ટ

જ્યારે આઇડિયાની વાત આવે ત્યારે સલામતીની કોઇ કિંમત ન મૂકી શકો. C-સીરિઝના બાકીના ફોનની જેમ નોકિયા C30 સિક્યોરિટી અપડેટના વચન સાથે આવે છે. બે વર્ષ માટે ત્રિમાસિક ધોરણે અપડેટ થતો હોવાથી તમે એ વાતે નિશ્ચિંત રહી શકો કે તમારું કામ હંમેશા સુરક્ષિત રહેશે. વળી, ફિંગરપ્રિન્ટ અને ફેસ અનલોકને કારણે તમારું કામ સલામત રહેશે.

કિંમત

નોકિયા C30 ભારતમાં ગ્રીન અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. 3/32GB અને 4/64GB કન્ફીગરેશનમાં ઉપલબ્ધ આ સ્માર્ટફોન તમામ અગ્રણી ઓફલાઇન રિટેલ સ્ટોર્સ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને Nokia.com પર અનુક્રમે રૂ. 10,999 અને રૂ. 11,999નાં કિફાયતી ભાવે ઉપલબ્ધ છે. જીયો એક્સ્લુઝિવ  ઓફર મેળવવા માગતા ગ્રાહકોને બેસ્ટ બાય પ્રાઇસ પર 10 ટકાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ (મહત્તમ રૂ. 1,000) આપવામાં આવશે. ગ્રાહકે 3GB અને 4GB  વેરિયન્ટ માટે અનુક્રમે રૂ. 9,999 અને રૂ. 10,999 ચૂકવવાના રહેશે.

Jio

ગ્રાહકો રિટેલ સ્ટોર્સ અથવા MyJio એપ પરથી ઓફરનો લાભ લઈ શકે છે. MyJio એપ પર સેલ્ફ-એનરોલમેન્ટ કર્યું હોય તો ડિવાઇસ એક્ટિવેટ કર્યાના 15 દિવસની અંદર જીયો એક્સ્લુઝિવ ઓફરનો લાભ લઈ શકે છે. સફળ એનરોલમેન્ટની 30 મિનિટની અંદર UPI દ્વારા ગ્રાહકના ખાતામાં પ્રાઇસ સપોર્ટ બેનિફિટ સીધો ટ્રાન્સફર કરવામાં આવશે.

જીયો ગ્રાહકોને સ્પેશિયલ ઓફર

રૂ. 249 કે તેનાથી વધુનું રિચાર્જ કરનાર જીયોના ગ્રાહકોને મિંત્રા, ફાર્મઇઝી, ઓયો અને મેકમાયટ્રિપ પર રૂ. 4,000નાં લાભ મળશે. નવા ફોનના લોંચિંગ અંગે એચએમડી ગ્લોબલના વાઇસ પ્રેસિડન્ટ સન્મીત સિંઘ કોચ્ચરે જણાવ્યું હતું કે, “નવો નોકિયા C30 અમારી C-સીરિઝ રેન્જમાં સૌથી શક્તિશાળી ઉમેરો છે અને તે કિફાયતી ભાવમાં સ્માર્ટફોનનો સર્વગ્રાહી અનુભવ પૂરો પાડે છે. તમે જેને જાણો છો અને વિશ્વાસ કરો છો અને તે બ્રાન્ડની આ અલ્ટીમેટ ડિવાઇસ છે. સ્માર્ટફોનની દુનિયામાં પરિવર્તન લાવવા માગતા લાકો માટે આ શ્રેષ્ઠ બ્રાન્ડ છે. નોકિયા C30 લોકો જેની માગ કરી રહ્યા હતા તેનો ઉત્તમ જવાબ છે- ચાર્જીંગ વચ્ચે લાંબો સમય, મોટી સ્ક્રીન, અમારી સિગ્નેચર સિક્યોરિટી, ટકાઉપણું અને કિફાયતી ભાવ.”

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

નિયોકોવનો પ્રચંડ પ્રહાર/ તમામ કોરોના વેક્સિન તેના પર અસરવિહીન, કોઈપણ પ્રકારની ઈમ્યુનિટીને આપી દેશે થાપ

GSTV Web Desk

ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલભેગા કરાશે : ઘણાએ ધંધો બંધ કરી દીધો, પોલીસ કાર્યવાહીનો ડર

Vishvesh Dave

બજેટ : જામનગરના બ્રાસ પાર્ટ ઉદ્યોગ પર લગાવેલી 5 ℅ ડ્યુટી મોદી સરકાર હટાવે

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!