GSTV

Nokia C3 સ્માર્ટફોન થયો લોન્ચ, આટલી ઓછી કિંમત હોવાની છે આશા

HMD Global એ પોતાના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Nokia C3 ચીનમાં લોન્ચ કરી દીધો છે. Nokia C3ને છેલ્લા મહીના જ ચીનની સર્ટિફિકેશન સાઈટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે. Nokia ના આ નવા હેન્ડસેટમાં 5.99 ઈંચ HD+ સ્ક્રીન અને એન્ડ્રોયડ 10 જેવી ખૂબીઓ છે. તો આવો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ વિશે વિસ્તારથી…

Nokia C3: કિંમત

Nokia C3ને 699 ચીની યુઆન (લગભગ 7,500 રૂપિયા)માં લોન્ત કરવામાં આવ્યો છે. ફોન નોર્ડિક બ્લૂ અને સેન્ડ કલરમાં મળશે. સ્માર્ટફોનનું વેચાણ 19 ઓગષ્ટથી શરૂ થશે. Nokia ના આ ફોનને ખરીદવાના ઈચ્છુત લોકો આજથી ચીનમાં ફોનને પ્રી-બુક કરી શકે છે.

Nokia C3: સ્પસિફિકેશન્સ અને ફીચર્સ

Nokia ના આ ફોનમાં રિયર પર ફિંગરપ્રિંટ સેન્સર આપવામાં આવ્યુ છે. ફોનમાં કિનારા પર એક Xpress બટન છે જેનાથી Google આસિસ્ટેન્ટ એક્ટિવ કરી શકાય છે. અથવા ફરી આ પર ડબલ ક્લિક અથવા લોન્ગ-પ્રેસ કરી કોઈ બીજી એપ ખોલી શકાય છે.

32 GB ઈનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ

Nokia C3 માં 5.99 ઈંચ (1440 × 720 પિક્સલ) HD+ ડિસ્પ્લે છે જેનુ આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ફોનમાં 1.6 ગીગાહર્ટજ ઓક્ટા-કોર Unisoc SC9863A પ્રોસેસર છે. ફોનમાં ગ્રાફિક્સ માટે IMG8322 જીપીયુ આપવામાં આવ્યુ છે. હેન્ડસેટમાં 3 GB રેમ અને 32 GB ઈનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. સ્ટોરેજને 400 GB સુધી માઈક્રોએસડી કાર્ડ થકી વધારી શકાય છે.

ફોન ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે

Nokia નો આ ફોન એન્ડ્રોયડ 10 પર ચાલે છે. ફોન ડ્યૂલ સિમ સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે 4G વીઓએલટીઈ, Wi-Fi 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 4.2, GPS, ગ્લોનાસ, માઈક્રો-યૂએસબી પોર્ટ જેવા ફીચર્સ છે. સ્માર્ટફોનમાં 3.5 mm ઓડિયા જેક અને FM રેડિયો પણ છે.

8 મેગાપિક્સલ રિયર કેમરા છે

Nokia C3 માં અપર્ચર F/2.0 અને LED ફ્લેશની સાથે 8 મેગાપિક્સલ રિયર કેમરા છે. ફોનમાં અપર્ચર F/2.4 ની સાથે 5 મેગાપિક્સલ ફ્રંટ કેમરા આપવામાં આવ્યા છે. હેન્ડસેટને પાવર આપવા માટે 3040mAhની બેટરી આપવામાં આવી છે. સ્માર્ટફોનનું ડાઈમેંશન 159.9 x 77 x 8.69 મિલીમીટર અને વજન 184.5 ગ્રામ છે.

READ ALSO

Related posts

SBI એ ગ્રાહકોને પોર્ટલ પર આપી આ સુવિધા, એક ક્લિકમાં થઈ જશે તમારુ કામ

Ankita Trada

નસવાડી તાલુકાના લોકો નાછૂટકે જીવના જોખમે કરી રહ્યા છે આ કામ, બહેરી સરકારના કાને ક્યારે જશે આ વાત !

Pravin Makwana

TATAના આ પૂર્વ કર્મચારીએ લોન્ચ કર્યો UC બ્રાઉઝરનું ભારતીય વિકલ્પ, ડેટા લીક થવાની ફરિયાદ નહીં રહે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!