ડિસેમ્બર મહિનામાં આ 8 ધાંસૂ સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ થશે, જાણો વિશેષતા

નવેમ્બર મહિનામાં રેડમી નોટ 6 પ્રોથી લઇને U1, હુવાવે મેટ 20 પ્રો સહિત કેટલાંક દમદાર સ્માર્ટફોન લૉન્ચ થયા છે. પરંતુ ડિસેમ્બરનો મહિનો સ્માર્ટફોન માર્કેટ માટે વધુ ખાસ બનવાનો છે. વર્ષના આ છેલ્લા મહિનામાં ઓપ્પો R17 પ્રોથી લઇને નોકિયો 8.1 જેવા ઘણાં ધાંસૂ ફોન લોન્ચ થવાના છે. આ મહિને જે ફોન લોન્ચ થવાના છે, તેની પર એક નજર નાખીએ.

ચીનની કંપની ઓપ્પો પ્રથમ વખત ભારતમાં પોતાની પ્રીમિયમ R સીરીઝ લાવવા જઇ રહી છે. કંપની 4 ડિસેમ્બરે Oppo R17 Pro લૉન્ચ કરવાની છે. આ ફોનમાં સુપર VOOC ફ્લેશ ચાર્જ ટેક્નૉલોજી, ટ્રિપલ રિયર કેમેરા, ઈનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી ઘણી સારા ફીચર્સ હશે. ભારતમાં તેની કિંમત 40,000 રૂપિયાની આજુબાજુ હોઇ શકે છે.

નોકિયા 9 પ્યોરવ્યૂ સ્માર્ટફોન ડિસેમ્બરના અંતમાં લોન્ચ થવાની આશા છે. જેમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસરની સાથે બેક પર Zeiss બ્રાન્ડનો 5 કેમેરાવાળો સેટઅપ આપવામાં આવશે. ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શનની સાથે તેમાં 6.01 ઈંચ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 8 જીબી રેમ, 256 જીબી સ્ટોરેજ અને 3900 એમએએચની બેટરી મળી શકે છે. આની લીક થયેલી તસ્વીરથી સ્પષ્ટ થાય છે કે સ્માર્ટફોનમાં 5 રિયર કેમેરા એટઅપ આપવામાં આવશે.

સ્માર્ટફોન બનાવનારી કંપની OnePlus સ્પોર્ટસ કાર મેકર McLarenની સાથે મળીને પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 6Tનો એક સ્પેશિયલ એડિશન લૉન્ચ કરવાની છે. 12 ડિસેમ્બરે આ બંને કંપનીઓ પોતાના ક્લેબરેશન અને OnePlus 6T McLaren એડિશને વિશે જાહેરાત કરી શકે છે. આ કંપનીનો પ્રથમ એવો સ્માર્ટફોન હશે, જેમાં 10GB રેમ આપવામાં આવશે. કંપનીએ એક પ્રેસ રિલીઝ દ્વારા જણાવ્યું કે તેઓ મેકલેરનની સાથે મળીને પરફોમન્સ અને સ્પીડને એક અલગ સ્તર સુધી પહોંચાડવા ઈચ્છે છે.

સેમસંગ ડિસેમ્બરમાં પોતાનો નવો સ્માર્ટફોન Samsung Galaxy A8s લૉન્ચ કરી શકે છે. આ કંપનીનો પ્રથમ એવો ફોન હશે, જે ઇનફિનિટી-ઓ ડિસ્પ્લેની સાથે આવશે. લીક્સની માને તો સેમસંગ ગેલેક્સી એ8એસમાં 6.39 ઈંચ ફૂલ એચડી+ ડિસ્પ્લે, ટાઇપ સી પોર્ટ અને 3400 એમએએચની બેટરી અપાશે. પરફોર્મન્સ માટે ફોનમાં સ્નેપડ્રેગન 710 પ્રોસેસર, જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજનો ઑપ્શન આપવામાં આવી શકે છે.

સેમસંગની જેમ હુવાવે પણ પોતાના કટ-આઉટ ડિસ્પ્લે સ્માર્ટફોન પર કામ કરી રહી છે. કંપનીએ કન્ફર્મ કર્યુ છે કે તેઓ 17 ડિસેમ્બરે પોતાના નવા સ્માર્ટફોન Huawei Nova 4 પરથી પડદો ઉઠાવવાની છે. જેમાં પંચ થતો ફ્રન્ટ ફેસિંગ કેમેરો ડિસ્પ્લેના ટૉપ પર આપવાની વાત કહેવાઇ રહી છે.

HMD Global કંપની Nokia X7ને જ Nokia 8.1ના નામથી લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 6 ડિસેમ્બરે આયોજીત થનારી એક ઈવેન્ટમાં આ સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવવામાં આવશે. આ ફોનમાં 6.18 ઈંચની ફૂલ એચડી પ્લસ ડિસ્પ્લે, સ્નેપડ્રેગર 710 પ્રોસેસર, 6 જીબી રેમ, ડ્યૂઅલ રેમ કેમેરા જેવા ફીચર્સ હશે.

લેનોવોએ હાલમાં જ ચીનમાં પોતાના K-Seriesના પણ બે નવા ડિવાઇસ K5S અને K5 Proને લોન્ચ કર્યા છે. હવે ટૂંક સમયમાં કંપની ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન K5X લૉન્ચ કરવાની છે. રિપોર્ટનું માનીએ તો કંપની ડિસેમ્બરના અંત સુધી આ નવા સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવશે. એન્ડ્રોઇડ 8.1 ઑરિયો પર ચાલતા આ સ્માર્ટફોનમાં 6 જીબી રેમ અને 370Mhz એડ્રીનો 509 જીપીયુની સાથે ક્વાલકૉમ ઑક્ટા-કોર સ્નેપડ્રેગન 636 ચિપસેટ પર હાજર રહેશે.

આસુસ 11 ડિસેમ્બરે પોતાના નવા સ્માર્ટફોન Zenfone Max Pro M2 પરથી પડદો ઉઠાવશે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત હશે, જેની 5,000mAhની બેટરી. ફોનમાં 6 ઈંચનો ફુલ HD+ નૉર્ચ ડિસ્પ્લે હશે. ફોન ક્વૉલકમ સ્નેપડ્રેગન 660 SoC પ્રોસેસર પર રન કરશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter