Nokia 8.1 સ્માર્ટફોન લૉન્ચ, જાણો વિશેષતાઓ

Nokia X7 સ્માર્ટફોનનો ગ્લોબલ વેરિએન્ટ Nokia 8.1 લૉન્ચ કરવામાં આવ્યો છે. HMD ગ્લોબલે દુબઈમાં આયોજીત એક ઈવેન્ટમાં આ સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવ્યો છે. ભારતમાં પણ આ સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનની કિંમત 399 યૂરો (લગભગ 31,912 રૂપિયા) રાખવામાં આવી છે. દુબઈમાં આ 1499 દિરહમમાં મળશે.

Nokia 8.1ની વિશેષતાઓ

ડ્યૂઅલ સિમવાળો Nokia 8.1 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 9.0 પાઇ પર રન કરશે. ફોનમાં 6.18 ઇંચની ફૂલ એચડી + ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો આસ્પેક્ટ રેશિયો 18.7:9 છે અને સ્ક્રીન ટુ બૉડી રેશિયો 86.5 ટકા છે. નોકિયા X7માં સ્નેપડ્રેગન 710 ક્વૉલકમ પ્રોસેસર અને ડિવાઇસમાં 2.5ડી કવ્ર્ડ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને 4GB રેમ + 64GB ઈન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા તેના ઈન્ટરનલ સ્ટોરેજને 400 જીબી સુધી વધારી શકાય છે.

કેમેરાની વાત કરીએ તો Nokia 8.1માં ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. એફ/1.8ની સાથે 13 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો અને 12 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા સેન્સર છે. સેલ્ફીના શોખીન લોકો માટે ફોનમાં 20 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે અને તેનો અપર્ચર એફ/2.0 છે.

કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ અને 4જી VoLTE સપોર્ટ આપવામાં આવ્યો છે. ફોનમાં 3500 એમએએચની બેટરી આપવામાં આવી છે. ફોનની બેટરીને લઇને કંપનીનો દાવો છે કે આ 18 વૉટના ફાસ્ટ ચાર્જિગને સપોર્ટ કરે છે. Nokia 8.1 સ્ટીલ/કૉપર, આયરન/સ્ટીલ અને બ્લૂ/સિલ્વર ડ્યુઅલ કલર વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter