GSTV
Home » News » Nokia 7.1 સસ્તો, જાણો નવી કિંમત અને ખાસ ઑફર

Nokia 7.1 સસ્તો, જાણો નવી કિંમત અને ખાસ ઑફર

HMD ગ્લોબલની સ્વામિત્વવાળી કંપની નોકિયાએ ગયા મહિને પોતાનો નવો એન્ડ્રોઇડ ગો સ્માર્ટફોન Nokia 7.1 લૉન્ચ કર્યો હતો. લોન્ચિંગ સમયે તેની કિંમત 19,999 રૂપિયા હતી, જે હવે ખૂબ સસ્તી કિંમતે મળી રહ્યો છે. એવામાં જો તમે એક એન્ડ્રૉઇડ વન સ્માર્ટફોન ખરીદવાનુ વિચારી રહ્યા છો તો તમારા માટે સુવર્ણ તક છે.

ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોનની કિંમતમાં 900 રૂપિયાની કાતર ફેરવી દેવામાં આવી છે. ફક્ત ઑનલાઇન સ્ટોર ફ્લિપકાર્ટ અને નોકિયા.કૉમ પર નહીં, પરંતુ ઑફલાઇન સ્ટોર્સ પરથી તમે તેને 900 રૂપિયા સસ્તા એટલેકે 19,099 રૂપિયામાં ખરીદી શકો છો.

જોકે, કિંમતમાં કપાત ફક્ત તેના ગ્લૉસ મિડનાઇટ બ્લૂ કલર વેરિએન્ટ માટે જ માન્ય છે. તો ફ્લિપકાર્ટ પર તેનો ગ્લૉસી વેરિએન્ટ 19,650 રૂપિયામાં મળી રહ્યો છે. અહીં જણાવવાનું કે આ ફોન ફક્ત 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિએન્ટમાં જ ઉપલબ્ધ છે. એસબીઆઈના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી તમે તેની પર 10 ટકાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. તો બીજીતરફ એક્સિસ બેંકના કાર્ડથી ઈએમઆઈ પરચેજ પર 5 ટકા ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ સિવાય એક્સિસ બેંક બજ ક્રેડિટ કાર્ડ પર એકસ્ટ્રા 5 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.

Nokia 7.1: વિશેષતાઓ

જો વાત વિશેષતાઓની કરીએ તો નોકિયા 7.1માં 5.84 ઈંચ ફૂલ એચડી+પ્યોરવ્યૂ ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. કંપનીનો આ પ્રથમ ફોન છે, જે પ્યોરવ્યૂ ડિસ્પ્લે સ્ક્રીન ટેકનૉલોજીથી સજ્જ છે. ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 636 મોબાઇલ પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનને 4 જીબી રેમ અને 64 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજની સાથે લૉન્ચ કરવામાં આવ્યો છે. નોકિયાનો આ ફોન 6000-સીરીઝ એલ્યુમિનિયમ ક્વૉલિટિવાળી શીટથી બન્યો છે.

ફોનમાં યૂએસબી ટાઇપ-સ ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ આપવામાં આવ્યો છે. નોકિયા 7.1 સ્માર્ટફોન પહેલાના નોકિયા સ્માર્ટફોનની જેમ જ એન્ડ્રોઇડ વન પ્રોગ્રામનો હિસ્સો છે. નોકિયા 7.1 ભારતમાં એન્ડ્રોઇડ 9.0 પાઇ અપડેટની સાથે આવે છે.

ફોટોગ્રાફી માટે નોકિયા 7.1માં અપર્ચર એફ/1.8ની સાથે 12 મેગાપિક્સલ પ્રાઇમરી અને અપર્ચર એફ/2.4ની સાથે 5 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સર આપ્યું છે. ફોનમાં જાઇસ ઑપ્ટિકસ છે. કેમેરા ઈઆઈએસ, બોથી અને ગૂગલ લેન્સ જેવા ફીચર્સની સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો માટે અપર્ચર એફ/2.0ની સાથે 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપ્યા છે.

નોકિયા 7.1ને પાવર આપવા માટે 3060mAh બેટરી આપવામાં આવી છે, જેની 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થવાનો દાવો કરવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે 3.5 એમએમ હેડફોન જેક, બ્લૂટૂથ 5.0, 4જી એલટીઈ અને એનએફસી જેવા ફીચર્સ છે.

READ ALSO

Related posts

video: મેદાન પર જ પાકિસ્તાનના કેપ્ટનની ઊડી મજાક

Dharika Jansari

જો બહારની એજેન્સી નાર્કોટીક્સ પકડશે તો ગુજરાતના અધિકારી સામે કાર્યવાહી

Mayur

VIDEO : ‘બાહુબલી’ આખલાએ ‘દંગલ’ મચાવતા બે લોકોને લીધા બાનમાં, ગાડી છોડી ભાગવું પડ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!