Nokia 5.1 Plusના બે પાવરફૂલ વેરિએન્ટ લૉન્ચ, જાણો કિંમત અને વિશેષતા

HMD Globalએ ગયા વર્ષે ભારતમાં પોતાનો 3GB રેમવાળો Nokia 5.1 પ્લસ સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો. હવે કંપનીએ તેના બે નવા (4GB/64GB અને 6GB/64GB) વેરિએન્ટ લૉન્ચ કર્યા છે. જ્યાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી છે, તો તેના 6GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 16,499 રૂપિયા છે.
તેનુ વેચાણ 7 ફેબ્રુઆરીથી નોકિયાના ઑનલાઈન સ્ટોર પર શરૂ થશે. તો રિટેલ સ્ટોર પર આ 12 ફેબ્રુઆરીથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. નવા સ્ટોરેજ વેરિએન્ટવાળા આ બંને ફોન ગ્લૉસી બ્લેક, ગ્લૉસ વાઇટ અને મિડનાઇટ બ્લૂ કલરમાં આવશે. એરટેલ યૂઝરની ખરીદી પર 2000 રૂપિયાના ઈન્સ્ટન્ટ કેશબેકનો ફાયદો ઉઠાવી શકે છે. સાથે જ 199, 249 અને 448 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ પર યૂઝર્સને 240GB એકસ્ટ્રા આપવામાં આવશે.
Nokia 5.1 Plusના સ્પેસિફિકેશન્સ
નોકિયા 5.1 પ્લસ સ્માર્ટફોનમાં 5.8 ઈંચ ફૂલ એચડી+ (1080*2280 પિક્સલ) ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 19:9 છે. ડિસ્પ્લે પર એક નૉર્ચ આપવામાં આવી છે. સાથે જ ફોનમાં 1.8 ગીગાહર્ટઝ ઑક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી60 પ્રોસેસર છે. લૉન્ચિંગ વખતે આ હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 8.1.0 ઓરિયો ઑપરેટિંગ સિસ્ટમ હતી, બાદમાં તેને એન્ડ્રૉઈડ 9.0 પાઇ અપડેટ મળવાનુ શરૂ થયું.
નોકિયા 5.1 Plusમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી અને 5 મેગાપિક્સલ સેકન્ડરી સેન્સરની સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે, જે એઆઈ આસિસ્ટન્ટ પોટ્રેટ લાઇટિંગ ફીચરની સાથે આવે છે. ફોનમાં કી બેટરી 3060 એમએએચની છે.
READ ALSO
- આ 40 શહેરોમાં 4G સર્વિસ આપશે BSNL, વધશે ક્નેક્ટિવિટી
- ભારતમાં લૉન્ચ થઇ Ford Aspire CNG, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી
- Jioની ધૂમ : એરટેલ-વોડાફોન-આઇડિયા યુઝર્સને રડાવ્યાં, Jio ફરી બન્યુ નંબર વન
- Note 7ની રાહ જોઈને થાક્યા છો? તો Xiaomiનો આ સ્માર્ટફોન થઈ રહ્યો છે લોન્ચ, કિંમત અને ફિચર્સ છે જોરદાર
- એક વાર ચાર્જ કરવા પર 50 દિવસ કામ કરશે આ સ્માર્ટફોન, ફિચર્સ જોઇને Xiaomiના સ્માર્ટફોન્સ પણ ભૂલી જશો