GSTV
Home » News » Nokia 3.1 Plusના 3 જીબી વેરિએન્ટ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Nokia 3.1 Plusના 3 જીબી વેરિએન્ટ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

એચએમડી ગ્લોબલનો બજેટ સ્માર્ટફોન એટલેકે નોકિયા 3.1 પ્લસ (Nokia 3.1 Plus) Tata CLiQ સ્ટોર પર ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. આ સ્ટોર નોકિયા 3.1 પ્લસના ડિસ્કાઉન્ટ બાદ 10,499 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફોનને થોડા મહિના પહેલા 11,499 રૂપિયાની કિંમત પર લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ બે કલર વેરિએન્ટમાં તૈયાર છે, બ્લૂ અને બેલ્ટિક.

Nokia 3.1 Plusની વિશિષ્ટતા

ફોનમાં 6 ઈંચ એચડી+ (720*1440 પિક્સલ) આઈપીએસ ડિસ્પ્લે છે, જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 છે. ફોનમાં ઑક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોન 2 જીબી અને 3 જીબી રેમ વિકલ્પમાં મળે છે. ફોનમાં 16 જીબી અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ મળે છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 400 જીબી સુધી વધારી શકાય છે.

નોકિયા 3.1 પ્લસ એન્ડ્રૉઇડ ઓરિયો પર ચાલે છે અને આ ડ્યૂઅલ સિમ સપોર્ટની સાથે ચાલે છે. ફોનમાં અપર્ચર એફ/2.0, પીડીએએફ લેન્સની સાથે 13 મેગાપિક્સલ પ્રાઇમરી અને અપર્ચર એફ/2.4ની સાથે 5 મેગાપિક્સલ સેકન્ડરી મોનોક્રોમ સેન્સરવાળો ડ્યૂઅલ રિયર કેમેરા સેટઅપ છે. રિયર કેમેરા પરથી લેવામાં આવેલી તસ્વીરોને યૂઝર્સ બાદમાં રીફોક્સ કરી શકે છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો માટે અપર્ચર એફ/2.2ની સાથે 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

સ્માર્ટફોનને પાવર આપવા માટે 3500mAhની બેટરી આપવામાં આવી છે. હેન્ડસેટનું ડાઇમેન્શન 156.68×76.44×8.19 મિલીમીટર છે. કનેક્ટિવિટી માટે 4જી વીઓએલટીઈ, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન, બ્લૂટૂથ 4.1, જીપીએસ/એ-જીપીએસ, માઇક્રો-યૂએસબી અને 3.5 એમએમ હેડફોન જેક આપવામાં આવ્યા છે. ફોનમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઈ-કંપાસ, ફિંગરપ્રિન્ટ સેન્સર, જાયરોસ્કોપ અને પ્રોક્સિમિટી સેન્સર હાજર છે.

READ ALSO

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!