પદ્મ વિભૂષણ સન્માનિત ડૉક્ટર જે હોસ્પિટલ ચલાવે છે ત્યાંના ડૉક્ટરો દર્દીઓને આગમાં મુકીને ભાગી ગયા

નોઈડાના સેક્ટર 11માં આવેલી મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આગ લાગી તે સમયે કેટલાક દર્દીઓનું ઓપરેશન ચાલી રહ્યું હતું. અહેવાલો મળે છે એ એનુસાર ઉપરના માળેથી મરીજોને એમ જ બેડ પર છોડીને દવાખાનાનો સ્ટાફ ખૂદ ભાગી ગયો હતો. દર્દીઓની સારવાર કરનારા ડૉક્ટર અને નર્સો પણ ગંભીર સ્થિતિમાં દર્દીઓને છોડીને નીચે ભાગી ગયા હતા.

આ દરમિયાન ગંભીર સ્થિતિમાં સારવાર કરાવનારા ઘણા દર્દીઓ અને તેમના પરિવાર વાળા મદદ માટે ભીખ માંગતા રહી ગયા. જેમ જેમ આગે ઝડપ પકડી અને મકાનની અંદર ધૂમાડો વધવા લાગયો, ત્યારે લોકોની ચીખો સંભળાવા લાગી. નોયડાની સેક્ટર 11માં આવેલી આ મેટ્રો હોસ્પિટલને મહાન હદય રોગ વિશેષજ્ઞ અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી સન્માનિત ડો. પૂરૂષોત્તમ લાલ ચલાવે છે.

નોઈડાના સેક્ટર 11માં આવેલી મેટ્રો હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. આગના કારણે અનેક દર્દીઓ હોસ્પિટલમાં ફસાયા હોવાના અહેવાલ મળ્યા. આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. હોસ્પિટલના કાચ તોડીને અનેક દર્દીઓને બચાવવાની કવાયત હાથ ધરવામા આવી.

કેટલાક ફસાયેલા લોકોએ પોતાનો જીવ બચાવવા હોસ્પિટલની બારી પાસે લડકતા જોવા મળ્યા હતા. હોસ્પિટલના આઈસીયુમાં કેટલાક દર્દીઓ ફસાયા છે. જેને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter