GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

નોઇડામાં નિર્માણાધીન બહૂમાળી ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, અનેક મજૂરો ફસાયા હોવાની આશંકા

ઇમારત

નોઈડાના સેક્ટર 11માં એક નિર્માણાધિન બહૂમાળી ઈમારતનો એક ભાગ ધરાશયી થયો છે. કાટમાળ નીચે અનેક મજુરો ફસાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમ પહોંચી ચુકી છે. જે રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે.જે બિલ્ડીંગ ધરાશયી થઈ છે. તે નોઈડાના સેક્ટર 24 પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવે છે.

નિર્માણાધિન ઈમારતના કાટમાળમાંથી અત્યાર સુધીમાં 1 મહીલા સહિત 5 મજુરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. તમામ મજુરોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 2 મજુરોને ગંભીર હાલતમાં એડમિટ કરવામાં આવ્યા છે.મળતી જાણકારી પ્રમાણે કાટમાળ નીચે હજુ પણ મજુરો દબાયા હોવાની આશંકા છે. મોટી સંખ્યામાં પોલીસ દળ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે કાટમાળ નીચે ફસાયેલા અનેલ લોકો ફસાયા છે. પોલીસ અને વહિવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે અને બચાવકાર્ય શરૂ છે. ઘટના સ્થળે ડીએસપી નોઈડા, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યૂલન્સ પહોંચી ગઈ છે. એનડીઆરએફની એક ટીમને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી છે.

Read Also

Related posts

15 લાખ રૂપિયા છે આ એક પક્ષીની કિંમત, બાંગ્લાદેશની સરહદ પર જોવા મળ્યા દુર્લભ પક્ષીઓ

Karan

મોદીને લોકોએ સોશિયલ મીડિયા પર વિશ્વગુરૂ બનાવી દીધા, કહ્યું મંત્રો આપ્યા કરતાં કાળુ નાણું તો લાવો રિટર્ન

Karan

મહારાષ્ટ્રમાં એક નવી વિચિત્ર બીમારીનો ભય, શરીર પર ગાંઠો સાથે તાવ અને ખોરાક લેવાનું થઈ જાય છે બંધ

Karan
Do NOT follow this link or you will be banned from the site!