GSTV
Home » News » IPS પત્નીને રોજ મારવી પડશે સેલ્યૂટ, પતિ પણ છે IPS ઓફિસર

IPS પત્નીને રોજ મારવી પડશે સેલ્યૂટ, પતિ પણ છે IPS ઓફિસર

યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે પોલીસ કમિશ્નરી સિસ્ટમ લાગુ કરાઈ છે એના જેના ભાગરૂપે સંખ્યાબંધ અધિકારીઓની વિવિધ સ્થળે નિમણૂક કરાઈ રહી છે. જોકે આ પૈકી નોઈડામાં થયેલી નિમણૂક ચર્ચાનો વિષય બની છે. ચર્ચાનો વિષય એટલા માટે છે કે, આ નિમણૂક બાદ હવે IPS પતિ પોતાની IPS પત્નીને સેલ્યુટ કરતા નજરે પડશે.

2016ની બેચના IPS અધિકારી અંકુર અગ્રવાલને તાજેતરમાં જ નોઈડાના એસપી તરીકે નિમણૂક અપાઈ હતી. જોકે એ પછી  તેઓ ડીજીપી હેડક્વાર્ટરમાં તૈનાત હતા અને તેમના પત્ની વૃન્દા શુક્લાને નોએડામાં ડીસીપી તરીકે પોસ્ટિગ મળ્યું. તેમના પત્ની તેમના કરતા બે વર્ષ સિનિયર છે.

નવી સિસ્ટમ લાગુ કરાયા બાદ અંકુર અગ્રવાલ નોએડામાં એડિશનલ ડીસીપી બન્યા છે જ્યારે વૃન્દા શુક્લા નોએડામાં જ ડીસીપી હોવાથી હવે અંકુર અગ્રવાલ પત્ની વૃન્દા શુક્લા સાથે વારંવાર જોવા મળશે. પત્ની ઉપરી અધિકારી હોવાના નાતે અંકુર અગ્રવાલ જાહેરમાં પત્નીને સેલ્યુટ કરતા પણ જોવા મળશે.

આ દંપતિ હરિયાણનું રહેવાસી છે. બંનેએ સ્કૂલમાં પણ એક સાથે અભ્યાસ કરેલો છે. આઈપીએસ થયા બાદ બાળપણની દોસ્તી પતિ પત્નીના સબંધમાં ફેરવાઈ ગઈ હતી. બંનેએ ગયા વર્ષે જ લગ્ન કર્યા છે.

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!