GSTV
India Trending

175 ધારાસભ્યો ઘર વિનાના થવાની તૈયારીમાં, કોઈ ફ્લેટ ભાડે આપવા પણ નથી તૈયાર

મુંબઈમાં 175 ધારાસભ્યોને કોઈ ફ્લેટ ભાડે આપવા તૈયાર નથી અને તેના કારણે મનોરા ઈમારતને તોડીને ફરીથી બનાવવાની યોજના પર હાલ તો સંકટોના વાદળો ઘેરાયા છે.

જી હા, જર્જરિત થઈ ગયેલી આ ઈમારત 1000 કરોડના રૂપિયાના ખર્ચના અંદાજથી પુનઃનિર્માણ પામનારી 175 ધારાસભ્યોની આ ઇમારત મામલે મહારાષ્ટ્ર સરકાર ભારે મૂંઝવણમાં મૂકાઈ છે. હાલમાં આ બિલ્ડીંગમાં 250 ધારાસભ્યો રહી શકે તેવી વ્યવસ્થા છે.

હવે આ ઈમારત તોડીને નવી બનાવવાની યોજના પર કામ થઈ રહ્યું છે. એક કન્સલટન્ટની પણ નિમણૂક કરી દેવાઈ છે પરંતુ કામ ત્યારે જ શરૂ થઈ શકે છે જ્યારે ધારાસભ્યો આ ઈમારત ખાલી કરે. અને આ બિલ્ડીંગ ધારાસભ્યો ત્યારે ખાલી કરી શકશે જ્યારે તેઓ અન્ય જગ્યાએ શિફ્ટ થાય. આ બિલ્ડીંગમાં રહેલા ધારાસભ્યોને બીજે જગ્યા મળી રહે તે માટે વિધાનસભા સચિવાલયે અખબરોમાં જાહેરાત છાપીને દક્ષિણ મુંબઈમાં ફ્લેટ શોધવાનો બનતો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સફળતા હાથ લાગી નથી.

સરકારે ઘણી વખત જાહેરાત આપી હતી પરંતુ હજુ સુધી તેમને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. જ્યારે અહીં સરકાર ધારાસભ્યોને ફ્લેટ ખાલી કરવાની નોટિસ આપી ચૂકી છે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યોનું કહેવું છે કે તેમને દાદર સુધી જ 1BHK ફ્લેટ જોઈએ છે. જેનો એરિયા 450થી 500 સ્ક્વેર ફૂટની આસાપાસ હોવો જોઈએ. પરંતુ આ સ્થળો પર ફ્લેટ મળવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. લોકો સરકારને પોતાના ફ્લેટ ભાડે આપવા તૈયાર દેખાતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર પર ધારાસભ્યોના મકાન ભાડે લેવાની નોબત એટલે આવી છે કારણકે વિધાનભવનની નજીક જ ધારાસભ્યો માટે બનાવાયેલી બિલ્ડીંગ મનોરા જર્જરિત થઈ ગઈ છે. ઇમારતમાંથી સ્લૅબ પડતાં રહે છે.

Related posts

આજનું ભવિષ્ય: આ 3 રાશિઓના કાર્યમાં આવી શકે છે વિઘ્ન, વૃષભ-કર્ક સહિત 7 રાશિઓનું ભાગ્ય આપશે સાથ

Binas Saiyed

આંદોલન/વડોદરા જિલ્લાના હેલ્થ વર્કરો અચોક્કસ મુદતની હડતાળ પર, કોરોના વોરિઅર્સના સર્ટિફિકેટો અને મોબાઇલ પરત કર્યા

Bansari Gohel

રાજ્યમાં કોરોના સંક્રમણમાં થોડી રાહત:, ગુજરાતમાં નવા ૪૫૯ કેસ,અમદાવાદમાં ૧૬૪

Damini Patel
GSTV