આ મંદિરમાં કોઈ પ્રવેશવા ઈચ્છતુ નથી, કારણ જાણી તમે પણ ડરી જશો

સામાન્ય રીતે લોકો મંદિરમાં દુનિયાભરની બલાઓ અને પરેશાનીઓને દૂર કરવા માટે જાય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવુ પણ મંદિર છે, જ્યાં કોઈ પણ જવા માટે ઈચ્છતુ નથી. કહેવાય છે કે મંદિરમાં પ્રવેશવામાં ભૂત અને પિશાચને ડર લાગે છે, પરંતુ આ મંદિર એવુ છે, જ્યાં જવાથી લોકોને જ ડર લાગે છે.

આ મંદિર હિમાચલ પ્રદેશના ચમ્બાના એક નાના નગર ભરમોરમાં સ્થિત છે. આ મંદિર જોવામાં તો ઘણુ નાનુ છે, પરંતુ તેની ખ્યાતિ દૂર-દૂર સુધી ફેલાયેલી છે. કહેવાય છે કે લોકો આ મંદિરમાં પ્રવેશવાની કોઈ પણ ભૂલ કરતા નથી. તેઓ આ મંદિરની બહારથી જ ભગવાનની પ્રાર્થના કરી નિકળી જાય છે.

ખરેખર, આ મંદિર મૃત્યુના દેવ યમરાજનું છે. આ જ કારણ છે કે લોકો આ મંદિરની આજુબાજુ જતા પણ ડરે છે. આ દુનિયાનું એકમાત્ર એવુ મંદિર છે, જે યમરાજને સમર્પિત છે. લોકોનું કહેવુ છે ક આ મંદિરને યમરાજ માટે બનાવવામાં આવ્યું છે, તેથી મંદિરની અંદર તેમના સિવાય કોઇ પણ પ્રવેશ કરી શકતુ નથી.

ગ્રામજનોનું કહેવુ છે કે આ મંદિરમાં ચિત્રગુપ્ત માટે એક અલગ રૂમ બનાવવામાં આવ્યો છે, જેમાં તેઓ મનુષ્યના સારા-ખરાબ કામના લેખાં-જોખાં એક બુકમાં રાખે છે. ખરેખર, મનુષ્યના મૃત્યુ બાદ પૃથ્વી પર કરાયેલા તેમના કાર્યોના આધારે તેમના માટે સ્વર્ગ અને નર્કનો નિર્ણય લેવાનો અધિકાર ચિત્રગુપ્તની પાસે છે. એટલેકે મનુષ્યને સ્વર્ગ મળશે કે નર્કમાં મોકલવામાં આવશે, જેનો નિર્ણય ચિત્રગુપ્ત જ કરે છે.

કહેવાય છે કે આ મંદિરની અંદર ચાર છુપાવેલા દરવાજા છે, જે સોના, ચાંદી, તાંબા અને આયર્નના બનાવેલા છે. માનવામાં આવે છે કે જે લોકો વધારે પાપ કરે છે, તેની આત્મા આયર્નના ગેટથી અંદર આવે છે અને જેણે પુણ્ય કમાવ્યું છે, તેની આત્મા સોનાના ગેટથી અંદર જાય છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter