GSTV
Gujarat Government Advertisement

આગામી 25 વર્ષ સુધી કોઇ પણ નહી કરી શકે મોદીનો મુકાબલો : શિવસેનાનો દાવો

Last Updated on May 24, 2019 by Bansari

લોકસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. આ દરમિયાન શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે આગામી 25 વર્ષ સુધી કોઇ તેમને પડકારી શકે તેમ નથી. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આ વખતની જીત 2014 કરતાં મોટી છે.

મહારાષ્ટ્રમાં એનડીએની ગઠબંધિત પાર્ટી શિવસેનાએ 18 બેઠક પર શાનદાર જીત હાસલ કરી છે. ત્યારે આ મામલે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપને મોટો ભાઈ માન્યો છે. ચૂંટણીમાં વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીની છબી ખરાબ કરવાની કોશિશ કરી પરંતુ વિપક્ષને તેમા સફળતા મળી નથી.

 તેમણે જણાવ્યુ કે, દેશમાં વિપક્ષે રફાલનો મુદ્દો ઉઠાવ્યો પરંતુ રફાલના મુદ્દાને દેશની જનતાએ ફગાવ્યો. દેશની જનતાએ ચોકીદાર પર વિશ્વાસ મુક્યો અને એનડીએને બહુમતી મળી. 

રાઉતે વધુમાં કહ્યુ કે, શિવસેના અને ભાજપ છેલ્લા 25 વર્ષથી સાથે છે. અમે દેશની જનતાનો મૂડ જોયો અને એનડીએ વિરોધી દળની ચૂંટણીમાં મોટી હાર થઈ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari

નવી આફત / કોરોના વાઇરસના નવા વેરિએન્ટે વધાર્યું ટેન્શન, ભારત સહિત 9 દેશોમાં ફેલાઇ ચુક્યો છે મ્યુટેશન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!