GSTV

નોબેલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીની મોટી આગાહી, કોરોનાવાયરસનો કહેરનો ટૂંક સમયમાં આવશે અંત

વિશ્વ જ્યારે કોરોના વાયરસ આગામી અઠવાડિયામાં તબાહી મચાવી દેશે તેવા ફફડાટ હેઠળ લોકો લોક ડાઉનમાં ઘરમાં સમય વીતાવી રહ્યા છે ત્યારે અમેરિકા, ઇઝરાયેલ, બ્રિટનના નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે તેમના બાયોફિઝિસ્ટિ અનુભવ અને ગાણિતિક સંભાવનાઓના આધારે વિશ્વને એવી સાંત્વના આપી છે કે કોરોના વાયરસ હવે તેના વળતા પાણીએ છે અને તેનો પ્રભાવ ઘટતો જશે. લેવિટે જો કે માનવ જગતને ચેતવ્યું હતું કે તેઓએ કોરોનાને હરાવવા શક્યા ત્યાં સુધી આગામી સમયગાળામાં ભીડમાં રહેવાથી દૂર રહેવું પડશે. બે વ્યક્તિ વચ્ચે અંતર રાખવું જરૂરી રહેશે. તેમના કહેવા પ્રમાણે કોરોના એકદમ ઝડપથી કે રાતોરાત નિષ્ક્રીય નહીં બને પણ આપણો પ્રયત્ન તેને હંફાવશે.

નોબેલ પ્રાઈઝ વિજેતા વિજ્ઞાનીની મોટી આગાહી

લેવિટે વિશ્વના કોરોનાવાયરસથી ગ્રસ્ત દેશોના દર્દીઓ અને મૃતકોનો એક-એક દિવસનો ડેટા મેળવીને કોરોનાની પ્રકૃતિનો અંદાજ માંડયો છે. તેમણે છેક જાન્યુઆરી મહિનાથી આજ દિન સુધી આ ગ્રાફ અને ટ્રેન્ડનો અભ્યાસ કર્યો. તેણે ફેબ્રુઆરીના પ્રારંભમાં જ આગાહી કરી હતી કે ચીનમાં 80000 દર્દીઓને અસર થશે અને 3250 દર્દીઓના મૃત્યુ થશે તે સાથે જ ત્યાં કોરોના વિદાય લેશે. લેવિટનો અભ્યાસ ખરો પડયો છે. ચીન હવે 24 માર્ચે કોરોના મુક્ત થયાનો દાવો કરે છે. લેવિટના આંકડાની નજીક 80298 દર્દીઓ અને 3245 મૃતકોનો ચીનમાં આખરી સ્કોર રહ્યો છે. લેવિટે ખાતરી આપી છે કે કોરોના આગામી મહિનાઓ કે વર્ષ સુધી તબાહી મચાવશે તેમ હું નથી માનતો.

ચીનના આંકડામાં લેવિટ સાચા પડયા છે

લેવિટે 78 દેશોના કોરોના પ્રભાવનો વિજ્ઞાનિક દ્રષ્ટિ ઉમેરી અભ્યાસ કર્યો છે જયાં રોજના 50 નવા કેસો આવે છે. નવા કેસોનો જે ગ્રાફ છે જે ખુબ જ ઉત્સાહજનક અને કોરોનાના નિયંત્રણનો નિર્દેશ કરે છે. લેવિટ માને છે કે વ્યક્તિએ ભીડ નહીં કરતા સોશિયલ ડિસ્ટેન્સ રાખવું પડશે પણ મીડિયાએ કોરોનાના આંકડાના સતત અપડેટ આપીને પેનિકનું વાતાવરણ સર્જવાથી દૂર રહેવું જોઈએ. નાગરિકોના પોઝિટિવ આંદોલનોનો પ્રભાવ હોય છે. ઇટાલીમાં અરેરાટી મચાવતા મૃત્યુ આંક જોવા મળે છે તેનાથી અન્ય દેશોએ ગભરાવવાની જરૂર નથી. ઇટાલીમાં વર્ષોથી ‘એન્ટી વેકસિન’ ઝૂંબેશ ચાલે છે જેને લીધે નાગરિકો વેકસિન મુકાવવાથી દૂર રહ્યા છે, જેની કિંમત હવે તેઓ ચૂકવી રહ્યા છે. અમેરિકા અને યુરોપમાં ફલુની રસી ખૂબ જ અનિવાર્ય છે. ઇટાલી તેનાથી દૂર રહ્યું છે.

READ ALSO

Related posts

દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો, દિલ્હીમાં 500થી વધુ લોકો ઝપેટમાં

pratik shah

ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, જાણો કોરોના અંગે શું કહ્યુ

Ankita Trada

હરિદ્વારમાં એક જમાતીનો રીપોર્ટ કોરોના પોઝિટીવ, 13 હજાર લોકોને કરાયા ક્વોરન્ટાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!