GSTV

અદ્રશ્ય બ્રહ્માંડ તથા બીજું સૌર મંડળ શોધનારા ત્રણ વિજ્ઞાનીઓને ભૌતિકશાસ્ત્રનું નોબેલ

Last Updated on October 9, 2019 by Mayur

સ્વીડનની નોબેલ પ્રાઈઝ સમિતિએ આજે ભૌતિકશાસ્ત્ર (ફિજિક્સ)ના નોબેલ પ્રાઈઝની જાહેરાત કરી હતી. આ પ્રાઈઝ ત્રણ વિજ્ઞાનીઓ જેમ્સ પેબલ્સ, માઈકલ મેયર તથા દિદિઅર ક્વેલોઝને સંયુક્ત રીતે અપાયું છે. જેમ્સ પેબલ્સે બ્રહ્માંડ અંગેની સમજ વિસ્તારી છે, તો મેયર અને ક્વેલોઝે સુર્યમાળાની બહાર પૃથ્વીની માફક પરિક્રમા કરતા ગ્રહ અને સુર્ય જેવા તારાની શોધ કરી છે.

નોબલ જીત્યા બાદ કેટલી રકમ મળશે

આ ત્રણેય સંશોધકોને એ માટે કુલ 9,10,000 ડૉલરની રકમ મળશે. રમકની વહેંચણી જોકે સરખે ભાગે નહીં થાય. અડધી રકમ પેબલને મળશે, જ્યારે બાકીની અડધી બીજા બે વિજ્ઞાનીઓ વચ્ચે વહેંચાશે. નોબેલ સમિતિએ પોતાની સત્તાવાર નોંધમાં જણાવ્યું હતું કે બ્રહ્માંડને સમજવાના ખ્યાલોને ધરમૂળથી બદલાવું કામ પેબલ્સના સંશોધને કર્યું છે. પેબલે એવુ મોડેલ વિકસાવ્યું છે, જેનાથી અદૃશ્ય રહેતા 95 ટકા બ્રહ્માંડની હાજરીના પૂરાવા મળી શકે છે.

બ્રહ્માંડમાં માત્ર 5 ટકા પાણી

વિજ્ઞાનીઓ જાણે છે કે બ્રહ્માંડ જે દેખાય છે એ માત્ર 5 ટકા જ છે, જ્યારે બાકીનું અદૃશ્ય છે. એ સ્થિતિ સમજવામાં પેબલનું સંશોધન મદદ કરે છે. ઉપરાંત બિગ બેંગ નામના ધડાકા પછી બ્રહ્માંડ કઈ રીતે વિસ્તરી રહ્યું છે, એ સમજણ પણ પેબલ્સના સંશોધનથી વિકસી છે. સૂર્યમાળાની બહાર અનેક ગ્રહો એવા છે, જે પૃથ્વી જેવા લાગે છે. આ પ્રકારના ગ્રહોને એક્સોપ્લાનેટ કહેવામાં આવે છે. હવે એક્સોપ્લાનેટ શોધવા માટે મોટે પાયે કામ ચાલે છે. પરંતુ 1995માં મેયર અને ક્વેલોઝેએ પહેલી વાર એક્સોપ્લાનેટની હાજરી રજૂ કરીને બ્રહ્માંડના નવા પાસાને જગત સમક્ષ રજૂ કર્યું હતું.

ગૂરૂ જેવો કદાવર ગ્રહ શોધ્યો

તેમણે એક ગુરૂ જેવો કદાવર ગેસનો ગ્રહ શોધી કાઢ્યો હતો, જે વચ્ચે રહેલા સૂર્ય જેવા તારા ફરતે પ્રદક્ષિણા કરતો હતો. એ ગ્રહને ’51 પેગાસી બી’ નામ આપવામાં આવ્યું હતું. તેનું કદ આપણા ગુરૂ કરતાં અડધું છે. બન્ને સંશોધકોના આ પ્રદાન પછી અત્યાર સુધીમાં વિવિધ વિજ્ઞાનીઓએ 4000 હજાર જેવા એક્સોપ્લાનેટ શોધી કાઢ્યા છે.

એ યુનિવર્સિટીમાં ભણ્યા જ્યાં આઈન્સ્ટાઈન પ્રધ્યાપક હતા

84 વર્ષના પેબલ્સ અમેરિકાની પ્રિસ્ટન યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, જ્યાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ પ્રાધ્યાપક હતા. એ જ વિભાગ અત્યારે પેબલ્સ સંભાળી રહ્યા છે. 77 વર્ષના મેયર સ્વિત્ઝરલેન્ડની યુનિવર્સિટી ઓફ જિનિવામાં એસ્ટ્રોનોમી ભણાવે છે. 53 વર્ષના ક્વેલોઝ પણ યુનિવર્સિટી ઓફ જિનિવા અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કરે છે.

READ ALSO

Related posts

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah

નવો ખુલાસો/ નાસાને મંગળગ્રહ પરથી એવું મળ્યું કે નવા સંશોધનો થઈ જશે સરળ, આ વસ્તુના મોટા મોટા બન્યા છે તળાવો

Pritesh Mehta

Big Breaking / વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર અમરજીત સિન્હાએ આપ્યું રાજીનામું, કારણ અકબંધ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!