GSTV

આ અમેરિકન ભાષાશાસ્ત્રીએ આપી ચેતવણી, કોરોના કંઈ નથી દુનિયા પર મંડરાઈ રહ્યા છે બે મોટા સંકટ

અમેરિકન ભાષાશાસ્ત્રી અને રાજકીય વિશ્લેષક નોમ ચોમ્સ્કીએ દાવો કર્યો છે કે, કોરોના સંક્રમણ એક મહામારી જરૂર છે, પરંતુ આ તે 2 સંકટથી ખૂબ જનાનુ છે જે આગામી સમયમાં આવી રહ્યુ છે. DIEM-25 ટીવીથી વાતચીતમાં ચોમ્સ્કીએ કહ્યુ છે કે, કોરોના વાયરસ ખૂબ જ ગંભીર છે, પરંતુ પરમાણુ યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ તે બે સંકટ છે જે માનવ સભ્યતાના વિનાશનું કારણ બની શકે છે. તેમણે કહ્યુ છે કે, જે પ્રકારે રાજનૈતિક અને આર્થિક પરિસ્થિતિ છે આ બંને સંકટ હવે દૂર નથી.

બધુ જ તહસ-નહસ થઈ જશે

DIEM-25 ટીવી માટે સેક્રો હોર્વાટ સાથે વાતચીતમાં 91 વર્ષીય નોમ ચોમ્સ્કીએ કહ્યુ છે કે, આ સૌથી ચોંકાવનારી વાત છે કે, કોરોના વાયરસ ટ્રંપની સરકાર દરમિયાન આવ્યુ છે અને તેથી હવે આ વધુ મોટો ખતરો નજર આવી રહ્યો છે. તેમણે કહ્યુ છે કે, કોરોના વાયરસ ભયાનક છે અને તેના ભયંકર પરિણામ હોઈ શકે છે, પરંતુ અમે તેમાંથી બહાર પણ નીકળી જઈશુ, પરંતુ અન્ય બે ખતરાઓમાંથી બહાર નીકળી શકવુ મુશ્કેલ હશે. તેનાથી બધુ જ તહસ-નહસ થઈ જશે. અમેરિકાની પાસે વધી રહેલી અસીમ તાકત આવનાર વિશાનનુ કારણ બનશે.

અમેરિકા અને અન્ય અમીર દેશને નહી મળે જવાબદારી

ડાઉન ટૂ અર્થ પત્રિકામાં છાપેલ આ ઈન્ટરવ્યૂમાં ચોમ્સ્કી કહે છે કે, સૌથી મોટી વિડંબના જોવો કે, ક્યૂબા, યૂરોપની મદદ કરી રહ્યુ છે, પરંતુ આ તરફ જર્મની ગ્રીસની મદદ કરવા માટે તૈયાર નથી. કોરોના વાયરસનું સંકટ લોકોને એ વિચારવા માટે મજબૂર કરી શકે છે કે, આપણે કેવા પ્રકારની દુનિયા ઈચ્છીઓ છીએ. આ લાંબા સમયથી ખબર છે કે, સાર્સ મહામારી કેટલાર ફેરફારની સાથે કોરોના વાયરસના રૂપમાં સામે આવી શકે છે. અમીર દેશ સંભવિત કોરોના વાયરસ માટે રસી બનાવવાનુ કામ કરી શકે છે, પરંતુ તેમણે આવુ કર્યુ નથી. મોટી દવા કંપનીઓએ આ પર કામ કરવા નથી આપ્યુ અને હવે જ્યારે આ આવી ગયુ છે તો મનમાને ઢંગથી તેની દવા અને વેક્સીનનો બિઝનેસ કરવામાં આવશે. જ્યારે કોરોનાનો ખતરો માથા પર હતો ત્યારે મોટી કંપનીઓને નવી બોડી ક્રીમ બનાવવું વધુ ફાયદાકારક લાગી રહ્યુ છે.

રસી દ્વારા નાબૂદ કરવામાં આવ્યો

ચોમ્સ્કીએ વધુમાં કહ્યું છે કે, ઓક્ટોબર 2019માં અમેરિકાએ કોરોના જેવા સંભવિત મહામારીની આગાહી કરી હતી, પરંતુ કોઈએ ધ્યાન આપવું જરૂરી માન્યું ન હતું. પોલિયોનો ખતરો સરકારી સંસ્થા દ્વારા બનાવવામાં આવેલી રસી દ્વારા નાબૂદ કરવામાં આવ્યો હતો, પરંતુ આનું કોઈ પેટન્ટ ન હતી અને નફાના ચક્કરમાં મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ આવું થવા દીધું ન હતું. તેમણે કહ્યું કે 31 ડિસેમ્બરના રોજ ચીને વિશ્વ આરોગ્ય સંગઠનને (WHO) ન્યુમોનિયા વિશે માહિતી આપી હતી અને એક અઠવાડિયા પછી ચીની વૈજ્ઞાનિકોએ તેને કોરોના વાયરસ તરીકે ઓળખ્યુ હતુ. બાદમાં તેની માહિતી દુનિયાને આપવામાં આવી. આ ક્ષેત્રના દેશો જેમ કે ચીન, દક્ષિણ કોરિયા, તાઇવાને કેટલાક કામ કરવા લાગ્યા અને લાગે છે કે કટોકટી વધતી બંધ થઈ ગઈ છે.

જર્મનીએ પણ માત્ર પોતાના વિશે જ વિચાર્યુ

ચોમ્સ્કીએ આરોપ લગાવ્યો છે કે, જર્મનીની પાસે એક વિશ્વસનીય હોસ્પીટલ પ્રણાલી છે, પરંતુ તેમણે માત્ર પોતાના હિત માટે તેનો વપરાશ કર્યો છે. સૌથી ખરાબ વર્તન અમેરિકા અને બ્રિટેનનું રહ્યુ છે જેમણે કોઈ દેશની તરફ મદદનો હાથ વધાર્યો નથી. તેમણે કહ્યુ છે કે, આ માનવ ઈતિહાસનો એક મહત્વપૂર્ણ ક્ષણ છે. ન માત્ર કોરોના વાયરસના કારણથી, જે દુનિયાની ખામીઓ વિશે જાગૃતતા લાવી રહ્યુ છે, પરંતુ પૂર્ણ સામાજિક-આર્થિક પ્રણાલીની ઊંડી ત્રુટીઓ વિશે પણ આપણને આ સમયે જાણ થઈ રહી છે. જો આપણને જીવન જીવવા માટે લાયક ભવિષ્ય જોઈએ તો વર્તમાન પરિસ્થિતિને બદલવી જ પડશે. કોરોના સંકટ ચેતવણીનો સંકેત હોઈ શકે છે અને આજે તેનાથી નિપટવા અથવા તેના વિસ્ફોટને રોકવા માટે એક પાઠ હોઈ શકે છે.

જરૂરીયાતમંદોને મદદ કરી શકે

આપણે તેના મૂળ વિશે પણ વિચારવું પડશે, જે આપણને આગળ અને ખરાબ પરિસ્થિતિમાં લઈ જઈ શકે છે. આજે 2 અબજથી વધુ લોકો ક્વોરન્ટીન છે. સામાજિક અલગતાનું એક સ્વરૂપ વર્ષોથી અસ્તિત્વમાં છે અને તે ખૂબ નુકસાનકારક છે. આજે આપણે વાસ્તવિક સામાજિક એકલતાની સ્થિતિમાં છીએ. કોઈપણ રીતે તેને સામાજિક બંધનોના બાંધકામ દ્વારા ફરીથી બહાર આવવું પડશે, જે જરૂરીયાતમંદોને મદદ કરી શકે. આ માટે, તેમનો સંપર્ક કરવો, સંગઠનનો વિકાસ, વિગતવાર વિશ્લેષણ કરવું પડશે. તે લોકોને કાર્યરત અને સક્રિય બનાવતા પહેલા, ભવિષ્ય માટે યોજનાઓ બનાવો, ઇન્ટરનેટ યુગમાં લોકોને એકસાથે લાવો, તેમની સાથે જોડાઓ, સલાહ લો, વિચારમથન કરો અને તે સમસ્યાઓનો જવાબ જાણવા માટે વિચાર-વિમર્શ કરવા, જેનો સામનો કરો છો અને તેના પર કામ કરવું જરૂરી છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!