GSTV
Home » News » મોટાભાગના ડેમોના તળિયાઝાટક થઈ ગયા હોવાથી વરસાદ પડવો જરૂરી પડી ગયો છે

મોટાભાગના ડેમોના તળિયાઝાટક થઈ ગયા હોવાથી વરસાદ પડવો જરૂરી પડી ગયો છે

રાજ્યભરમાં કાળાઝાળ ગરમી વચ્ચે સૌરાષ્ટ્રમાં જળસંકટ વધુ ઘેરુ બન્યુ છે. કારણ કે સૌરાષ્ટ્રમાં મોટાભાગના ડેમો ખાલીખમ છે.. રાજકોટ જિલ્લા સિંચાઈ વર્તુળ હેઠળ આવતા 78 ડેમોમાંથી 48 ડેમો તળિયા દેખાઈ રહ્યા છે. મોટા ભાગના ગામડાઓમાં ચાર દિવસે એક વાર પાણી વિતરણ કરવામાં આવે છે. જોકે રાજકોટમાં નર્મદાનું પાણી પહોંચતુ હોવાથી પાણીની મુશ્કેલી નહી પડે તેમ તંત્ર માની રહ્યુ છે.

જસદણ, વાંકાનેર, ટંકારા, ગોંડલ. જેતપુર, ધોરાજીના ગામોમાં પાણી પૂરું પડતા ડેમોમાં માત્ર 7.85% પાણીનો જથ્થો છે. 20 જૂન સુધી વરસાદ નહી પડે તો મોરબી અને જામનગર જિલ્લાની પરિસ્થિતિ કફોડી બનશે. સુરેન્દ્રનગર જિલ્લાના ડેમો માં પણ માત્ર 13.29% પાણી નો જથ્થો છે. પોરબંદર જિલ્લામાં પાણીની અછતના કારણે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. અમરેલીના ડેમો પણ તળિયા ઝાટક થતા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

‘કચ્છડો બારે માસ’ અડીખમ : આજે ભૂકંપની 19મી વરસી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!