GSTV
Cricket Sports Trending

વર્લ્ડકપ દરમિયાન ક્રિકેટર્સ સાથે રહી શકશે પત્ની અને ગર્લફ્રેન્ડ, પરંતુ BCCIએ મુકી આ શરત

વિરાટ


ભારતીય ક્રિકેટ બોર્ડે 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા વર્લ્ડ કપ દરમિયાન ખેલાડીઓને પત્ની અને ગર્લફ્રેન્ડસને સાથે રાખવા માટે મંજૂરી આપી છે પણ સાથે સાથે કેટલીક શરતો પણ મુકી છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે દોઢ મહિનાના વર્લ્ડ કપ દરમિયાન ક્રિકેટરોને પંદર દિવસ જ પત્ની અને ગર્લફ્રેન્ડસ સાથે રહેવા મળશે.તેમાં પણ શરુઆતના 20 દિવસો તો ક્રિકેટર્સે એકલા જ પસાર કરવા પડશે.

આ પહેલા કેપ્ટન કોહલીએ ક્રિકેટ બોર્ડ સમક્ષ એવી માંગ કરી હતી કે, કોઈ પણ સમયે પોતાના જીવનસાથીની સાથે ક્રિકેટ રહી શકે.જોકે આ માંગણી બોર્ડે માન્ય રાખી નથી.સાથે સાથે એ પણ નક્કી કરાયુ છે કે, ક્રિકેટરોની પત્ની અને ગર્લફ્રેન્ડ તેમનાથી અલગ બસમાં કે બીજા વાહનમાં મુસાફરી કરશે. ગત ઈંગ્લેન્ડ પ્રવાસમાં ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને પત્ની સાથે એક જ બસમાં મુસાફરી કરવાની છુટ આપી હતી. ભારતીય ટીમ વર્લ્ડકપ માટે 22 મેના રોજ ઈંગ્લેન્ડ જવા રવાના થશે.’

Read Also

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV