કોરોનાની બીજી લહેરમાં, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓના ક્લેમમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં હવે કંપનીઓ તેમના રિસ્ક મેનેજમેન્ટને વધુ કડક બનાવી રહી છે. વધતી ક્લેમની સંખ્યાથી બચવા માટે કંપનીઓએ રિસ્ક મેનેજમેન્ટને કડક બનાવીને નવા નિયમો લાગુ કર્યા છે. જે અંતર્ગત જો તમે હોમ આઇસોલેશન દ્વારા પણ કોવિડ -19 નેગેટિવ થાઓ છો, તો પછી તમે કોઈપણ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી 3 મહિના સુધી ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન નહી ખરીદી શકો. આ સિવાય ટેલીમેડિકલની જગ્યાએ કંપનીઓ હવે ટર્મ ઇન્શ્યોરન્સ માટે સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ પર ભાર આપી રહી છે.

ટેલિમેડિકલ હવે બંધ
તમને જણાવી દઈએ કે અગાઉ કંપનીઓ ફોન પર જ ઇન્શ્યોરન્સ ખરીદનાર પાસેથી તેની મેડિકલ હિસ્ટ્રી અને હેલ્થ વિશે માહિતી લેતી હતી. આવી સ્થિતિમાં, કેટલાક લોકો તેમની મેડિકલ હિસ્ટ્રી છુપાવે છે અને ઇન્શ્યોરન્સ ખરીદ્યા પછી તરત જ ક્લેમ માટે અરજી કરે છે. આનો ભાર વીમા કંપનીએ ઉઠાવવો પડે છે.
આવી સ્થિતિમાં, સામાન્ય લોકો માટે પ્યોર પ્રોટેક્શન પ્લાન એટલે કે ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન ખરીદવો ખૂબ જ સખત બની ગયો છે. કારણ કે લગભગ તમામ કંપનીઓએ અન્ડરરાઇટિંગના નિયમો કડક બનાવી દીધાં છે.

ટર્મ વીમા પોલિસી ખરીદવી સહેલી નથી
નવા નિયમો અનુસાર, રિકવરીના 3 મહિના સુધી કોઈ પણ પ્રકારના કોવિડ દર્દીને પોલીસી વેચવામાં આવશે નહીં. નવી પોલીસી માટે, ટેલિમેડિકલને બદલે મેડિકલ ટેસ્ટ પર ભાર મૂકવામાં આવશે. વીમા કંપનીઓએ પણ ટર્મ પોર્ટફોલિયોનું રિસ્ક વધાર્યું છે.

નિયમો કડક કેમ બનાવાયા?
કેટલીક કંપનીઓએ ટર્મ ઇન્શ્યોરન્સ માટે રસીકરણ સંબંધિત શરતો પણ ઉમેરી છે. એટલે કે, જો તમે કોરોના રસી લીધી છે, તો જ તમને પોલીસી આપવામાં આવશે નહીં તો નહીં. અથવા જો તમને કોઈ પોલીસી આપવામાં આવશે, તો પછી કંપની તમારી પાસેથી વધુ પ્રીમિયમ લેશે. ક્લેમના ભારથી બચવા માટે કંપનીઓએ જોખમ રિસ્ક મેનેજમેન્ટ કડક બનાવ્યું છે.
Read Also
- LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ
- 13 જુલાઈએ વિદ્યાસહાયકોને અપાશે કોલ લેટર, શિક્ષણ મંત્રીની જાહેરાત પછી જૂના શિક્ષકો થયા નારાજ
- પ્રથમ ટી- 20 / ભારતની ટોસ જીતીને પ્રથમ બેટિંગ, આ ખેલાડીએ કર્યું ડેબ્યુ
- આ છે ભારતના ‘TREE MAN’, અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે 1 કરોડ વૃક્ષો