GSTV

નો વેક્સિન નો એન્ટ્રી: અમદાવાદમાં શરૂ થઇ અમલવારી, રસીકરણની કામગીરી સો ટકા થાય તે માટે તંત્ર એક્શનમાં

AMTS

Last Updated on September 20, 2021 by pratik shah

કોરોનાકાળમાં સૌથી ભયંકર પરિસ્થિતીનો સામનો કરી ચૂકેલું અમદાવાદ શહેર વેક્સિનેશનમાં અવ્વલ રહે તે માટે તંત્ર ઉંધે માથુ થયું છે અને હવે અમદાવાદમાં વેક્સિનેશન કાર્યક્રમને સફળ બનાવવા માટે તંત્રએ કડક અમલવારી શરૂ કરી છે. વેક્સિનેશનની કામગીરી 100 ટકા થાય તે માટે તંત્ર સજ્જ થયું છે. અને અમદાવાદમાં 20 તારીખથી કોર્પોરેશન સંચાલિત તમામ સ્થળો પર વેક્સિનેશન સર્ટીની તપાસ શરૂ કરાઇ છે.

રસીકરણ

એએમટીએસ બસ હોય કે પછી બીઆરટીએસ બસ જો વેક્સિન ન લીધી હોય તો એન્ટ્રી અપાઇ નથી..એએમટીએસ અને બીઆરટીએસમાં વેક્સિન વિના પ્રવેશ નહીંના બેનર્સ મારી દેવાયા છે..બસમાં પ્રવેશ કરવા રસીકરણનું સર્ટિફિકેટ બતાવવું ફરિયાત હોવાથી બસસ્ટોપ પર ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે…બીઆરટીએસના અધિકારીએ જણાવ્યું કે જ્યાં સુધી સંપૂર્ણ વેક્સિનેશન નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે.

અમદાવાદ

પહેલા દિવસે જ અમદાવાદ મહાપાલિકા કચેરી ખાતે બપોર સુધીમાં 500 જેટલા લોકોની તપાસ કરવામા આવી…જેમાં 45 જેટલા લોકો વેક્સિન લીધા વિનાના જણાતા કોર્પોરેશન કેમ્પસમાં જ વેક્સિન આપી દેવામા આવી.

રસી

અમદાવાદના કોર્પોરેશન હેઠળ આવતા AMTS – BRTS  બસ સ્ટેશન અને બસ, કાંકરિયા લેક્ફ્રન્ટ , કાંકરિયા ઝુ , સાબરમતી રિવરફ્રન્ટ , લાઈબ્રેરી , સ્વિમિંગ પુલ , જીમખાના , સીટી સિવિક સેન્ટર , કોર્પોરેશન સંચાલિત શાળા અને લાયબ્રેરી સહિત તમામ બિલ્ડીંગમાં વેકસીન સર્ટી તપાસવાનું નક્કી કરાયું છે… જેમાં વેકસીન નહીં લેનારને પ્રવેશ નહીં મળે. આ ઉપરાંત કોર્પોરેશન સંચાલિત શાળાઓ અને લાયબ્રેરીમાં પણ વેક્સિનેશન સર્ટિફિકેટ હશે તો જ પ્રવેશ મળશે.

વેક્સિનેશન પ્રોગામને સફળ બનાવવા તંત્રની આ કવાયતમાં ઠેરઠેર ચેકીંગ ટીમ પણ મૂકવામા આવી છે. પરંતુ અહીં સવાલ એ છેકે પહેલા તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટિન્સિંગ સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ચાલુ કરવાની વાત કરી હતી ત્યારબાદ આ નિયમને નેવે મૂકી દેવાયો છે  ત્યારે આ વેક્સિનેશનની કામગીરી કેટલા દિવસ કડકપણે થાય છે તે જોવાનું રહેશે.

READ ALSO

Related posts

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!