સૌથી વધારે રોજગાર આપનારા આ સેક્ટર પર ટેક્સ કપાશે નહીં, આ છે સરકારનો પ્લાન!

અમૂક મુશ્કેલીઓ સાથે ઝઝૂમી રહેલા ટેક્સટાઈલ સેક્ટરને મોટી રાહત આપવાની તૈયારી. સરકાર ટેક્સટાઇલ અને ગારમેન્ટ પર હવે કોઈ ટેક્સ કપાશે નહીં તેવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જેના માટે કેબિનેટમાં પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે. સૌથી વધુ રોજગાર આપનારા સેક્ટરમાંથી આ મોટું સેક્ટર છે. કેન્દ્ર, રાજ્યને દરેક ટેક્સથી ડિસ્કાઉન્ટ સંભવ છે. કેબિનેટમાંથી ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે.

પ્રસ્તાવની બે મહત્વની વાતો

આ પ્રસ્તાવની બે મુખ્ય બાબતો છે, પ્રથમ તો ટેક્સટાઈલ સેક્ટર માટે એક ખાસ સ્કીમ લગાવવામાં આવશે. આ સ્કીમમાં આ વ્યવસ્થા હશે કે કોઈ પણ પ્રકારનો કોઈ પણ ટેક્સ ગારમેન્ટ અથવા પછી ટેક્સટાઈલ પર કપાશે નહીં. તેની ઉપર જે પણ ટેક્સ કપાય છે, તેવા ટેક્સને અમે પરત આપી દઇશું. એવા ટેક્સને પાછા આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. અત્યારે સરકાર MEIS સ્કીમ હેઠળ ડ્યૂટી ડ્રૉ બેક હેઠળ અમૂક પ્રકારના ટેક્સની છૂટ આપે છે. તેમ છતાં ઈન્ડસ્ટ્રીને કેટલાંક પ્રકારના ટેક્સ આપવા પડે છે. આ ટેક્સને પાછા આપવા પડશે. વાપસી બાદ ટેક્સ ડિસ્કાઉન્ટ જે પણ મળે છે, અત્યારની સરખામણીએ 2 ટકા વધુ ટેક્સ ડિસ્કાઉન્ટ મળશે. આ એક મોટી રાહત છે.

બીજી દરખાસ્ત છે કે આ સેગમેન્ટની એક્સપોર્ટ કરનારી ઈન્ડસ્ટ્રી છે, જેના માટે એક સ્કીમ લાવી હતી, જે માર્ચમાં ખત્મ થઈ રહી છે. તેને પણ આગળ ચાલુ રાખવામાં આવશે. કર સંબંધી રાહતો વધુ વધારવામાં આવે. ટેક્સના દાયરામાં ટેક્સટાઈલની વધુ સારી પ્રોડક્ટને સામેલ કરવામાં આવે. એવો પણ પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. બંને દરખાસ્ત મળીને કેબિનેટની પાસે મોકલવામાં આવી છે. આગામી બે અઠવાડિયાની અંદર કેબિનેટમાંથી મંજૂરી મળવાની શક્યતા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter