GSTV
Home » News » સોનિયા ગાંધી સાથેની મુલાકાતમાં સરકાર રચવાનો ઉલ્લેખ જ નથી થયો: પવાર

સોનિયા ગાંધી સાથેની મુલાકાતમાં સરકાર રચવાનો ઉલ્લેખ જ નથી થયો: પવાર

મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે દિલ્હીથી નિર્ણય લેવાશે એવી અટકળો વચ્ચે રાજકારણના શતરંજના અઠંગ ખેલાડી એન.સી.પી.ના વડા શરદ પવારે જણાવ્યું કે સરકાર રચવાનું અને શિવસેનાના નામનો જરા પણ ઉલ્લેખ કર્યા વગર રાજ્યમાં  ચાલી રહેલી રાજકીય પરિસ્થિતિ પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ગંભીર ચર્ચા થઈ હતી. 

એમ કહીને શિવસેનાનું સત્તા સ્થાપવાનું  સપનું અધ્ધરતાલે છે. આમ શરદ પવારે શિવસેનાનો છેદ ઉડાડી દીદો છે. જોકે મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે હજી બે-ત્રણ દિવસ લાગશે એવું કોંગ્રેસ તરફથી જાણવા મળ્યું છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામને આવે 26 દિવસ વીતી ગયા છતાં  મહારાષ્ટ્રમાં સરકાર રચવાનું કોકડું ઉકેલાયું નથી. જોકે રાજ્યમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન અમલમાં છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયત વચ્ચે એન.સી.પી.ના પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ અધ્યક્ષા  સોનિયા ગાંધી સાથે 45 મિનિટ સુધી ચર્ચા બાદ તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મે સોનિયા ગાંધી સાથે મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ બાબતે ગંભીર ચર્ચા કરી હતી. પણ સોનિયા ગાંધી સાથે  મહારાષ્ટ્રમાં સરકાર રચવા કે શિવસેના સંબંધે બિલકુલ ચર્ચા કરી નથી.

માત્ર અન્ય મુદ્દા ઉપર વાટાઘાટ કરી હતી.  એવો ફોડ તેમણે પાડયો હતો. મહારાષ્ટ્રની રાજક્ીય પરિસ્થિતિ પર અમે બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ એવો શરદ પવારે દાવો કર્યો હતો. અમે બન્ને કોંગ્રેસના સીનિયર નેતાઓની સાથે ચર્ચા કરીશું અને તેમનો  અભિપ્રાય લઈશું. તેના આધારે અમે ભવિષ્યને લઈને આગળની રણનીતિ માટે નિર્ણય લઈશું. 

સોનિયા ગાંધી સાથે મહારાષ્ટ્રમાં  સરકાર રચવા માટે તૈયાર કરાયેલા કોમન મિનિમમ પ્રોગ્રામના ડ્રાફટની ચર્ચા થઈ હતી કે નહિં તેમાં શરદ પવારે  ચૂપકીદી સેવી હતી અને માત્ર વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને એન.સી.પી.એ સંયુક્તપણે ચૂંટણી લડી હતી.

આથી રાજકીય પરિસ્થિતિની ચર્ચા થઈ હતી. શિવસેનાના  સંજય રાઉત કહે છે કે અમારી પાસે 170 વિધાનસભ્યોની સંક્યા છે. તો મહાશિવ આઘાડી સરકાર બનાવસે એવો પ્રસ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે આ તમે સંજય રાઉતને પૂછો. મેં શિવસેના બાબતે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.

અમારે શિવસેના હિંદુત્ત્વની વિચાર ધારા વાળી કોંગ્રેસ અને એન.સી.પી. સેક્યુલરની વિચારધારાની છે. આથી સરકાર રચવા પૂર્વે તે સંબંધો ચર્ચા ઉપરાંત અમારા નાના ઘટક પક્ષ સ્વાભિમાન શેતકરી પક્ષના રાજુ શેટ્ટી, સામા સામે પણ ચર્ચા કરવી પડે છે. ત્યારબાદ આગળનો નિર્ણય લેવાય એમ શરદ પવારે જણાવ્યું હતું.

નવાઈની વાત એ છે કે સોનિયા ગાંધી અને શરદ પવારની મુલાકાત પૂર્વે રાજ્યસભામાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એન.સી.પી.ના વખાણ કર્યા હતા. આ સંબંધે શરદ પવારે જણાવ્યું હતું કે  એન.સી.પી. ક્યારે પણ રાજ્યસભા કે લોકસભાની બેઠકમાં વેલીમાં (અધ્યક્ષ સમક્ષ) ધસી આવતાં નથી. અમે શિસ્તનું પાલન કરીને ચર્ચા કરીએ છીએ તેમણે જણાવ્યું હતું.

આજે મહારાષ્ટ્રમાં મહાશિવ આઘાડીની સરકાર રચવાનો અંતિમ નિર્ણય લેવાશે એવની શક્યતા હતી પણ પવારે આપેલી ઉપરોક્ત માહિતી જોતાં  હજી સરકાર રચવાની દ્રષ્ટિએ કશું નક્કી નથી, એમ કહીને શિવસેનાની આશા પર પાણી ફેરવી દીધું હતું.

આ બેઠક અંગ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે શરદ પવાર આજે કોંગ્રેસના અધ્યક્ષાને મલ્યા હતા અને મહારાષ્ટ્રની પરિસ્થિતિ વિસે માહિતી આપી હતી.  સરકાર સંબંધે  કોઈ નિર્ણય લેવાયો નથી. એક કે બે દિવસમાં એન.સી.પી. અને કોંગ્રેસના પ્રતિનિધિઓ દિલ્હીમાં બેઠક કરસે અને આગામી વલણ અંગે ચર્ચા કરશે.

શિવસેનાએ કહ્યું હતું કે ત્રણેય પાર્ટીઓની કોમન મિનિમમ કાર્યક્રમ પર સહમતી બની ગઈ છે. અને જલદી સરકાર બની જશે. ભાજપ સાથે મુખ્યપ્રધાનની ખુરશી લઈને ખેંચતાણ થઈ હતી.  ત્યારબાદ 30 વર્ષ જૂની યુતિ તોડી નાંખી હતી. આથી શિવસેના એન.સી.પી. અંગે  કોંગ્રેસ સાથે મળીને સરકાર રચવાનો   જોરદાર પ્રયાસ કરી રહી છે. પરંતુ શરદ પવાર અને સોનિયા ગાંધી શિવસેનાને સરકાર રચવા બાબતે રમાડતા હોય એવું રાજકીય  વર્તુળમાં ચર્ચા છે.

Read Also

Related posts

No Entry : ટ્રમ્પના કાફલામાંથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીની કાર ‘OUT’

Mayur

ટ્રમ્પના રોડ શો દરમિયાન રૂટ પર જશો એટલે તુરંત જ તમારો મોબાઈલ બંધ થઈ જશે

Mayur

શાહીનબાગમાં બીજા દિવસે પણ વાટાઘાટોનું કોઈ પરિણામ નહીં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!