GSTV

માલ્યાને ભારતને પ્રત્યાર્પિત કરવા મામલો : બ્રિટનની કોર્ટમાં સુનાવણી, ચુકાદાની રાહ

Last Updated on July 27, 2019 by Alap Ramani

ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તેના દ્વારા બ્રિટનની કોર્ટમાં ફરાર ઉદ્યોગપતિ વિજય માલ્યાને ભારતને પ્રત્યાર્પિત કરવા મામલે વિશ્વાસ અપાવવામાં કોઈપણ કોર-કસર બાકી રાખવામાં આવી નથી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે એક સવાલના જવાબમાં જણાવ્યુ હતુ કે વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઈને સુનાવણી ચાલી રહી છે. તેઓ સમજી રહ્યા છે કે મામલામાં આખરી દલીલો પૂર્ણ થઈ ચુકી છે. હવે ચુકાદાની રાહ જોવાઈ રહી છે.

પંજાબ નેશનલ બેંકના કથિતપણે કરોડો રૂપિયાના ફ્રોડના મામલામાં ફરાર ઉદ્યોગપતિ નીરવ મોદી અને મેહુલ ચોક્સીના વર્તમાન ઠેકાણા સંદર્ભે કરાયેલા સવાલના પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જવાબ આપ્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ હતુ કે વિદેશ મંત્રાલય નીરવ મોદી અને મેહુલ ચોક્સીના ઠેકાણા બાબતે જાણકારી ઉપલબ્ધ કરાવી શકે નહીં. કારણ કે આ જાણકારી ત્યારે મળશે કે જ્યારે સંબંધિત એજન્સીઓ તેમના ઠેકાણા બાબતે સૂચિત કરશે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાને સવાલ કરવામાં આવ્યો હતો કે શું ઈસ્લામિક પ્રચારક ઝાકિર નાયકના પ્રત્યાર્પણના મુદ્દા પર વડાપ્રધાન મોદી અને મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદ વચ્ચે વાતચીત થઈ હતી. તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ હતુ કે બંને નેતાઓ વચ્ચે વાતચીત ખુબ અલ્પ સમયગાળા માટે થઈ હતી.

Related posts

રાજ્યમાં પોલીસને તગડી આવક / 45 કરોડથી વધુ રૂપિયા દંડ પેટે વસૂલ્યા, ટ્રાફિક નિયમો તોડવામાં આ શહેર અવ્વલ

Dhruv Brahmbhatt

જાગૃત રહેજો! શહેરીજનો ટ્રાફિકનો ભંગ કરશો તો કોઈ પ્રકારનું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ મશીન વડે વસુલશે આકરો દંડ!

pratik shah

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!