GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

રમતપ્રધાન કિરણ રિજીજુનો ખુલાસો, નજીકના ભવિષ્યમાં દેશમાં કોઈ રમત સ્પર્ધા નહીં યોજાય

કેન્દ્રિય રમત પ્રધાન કિરણ રિજીજુએ શનિવારે એવી સ્પષ્ટતા કરી હતી કે કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નજીકના ભવિષ્યમાં ભારત કોઈ પણ રમત સ્પર્ધાની યજમાની કરશે નહીં. આ સાથે ખેલાડીઓ અને ફેન્સે ખાલી સ્ટેડિયમમાં પ્રેક્ષકો વિના જ ટુર્નામેન્ટની મજા માણતા શીખવું પડશે.

IPL પર પડી શકે અસર

રિજીજુની આ વાતની સૌથી મોટી અસર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પર પડી શકે છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપને મુલતવી રાખવાની વિચારણા વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં આઇપીએલનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે. કેન્દ્રના રમત પ્રધાને જણાવ્યું હતું કે અમે રમત સ્પર્ધાઓ ફરીથી શરૂ કરવા અંગે ઘણા સમયથી વિચારી રહ્યા છીએ પરંતુ તે અગાઉ અમારે પ્રેક્ટિસ અને ટ્રેનિંગ વિશે વિચારવાનું છે. આપણે તાત્કાલિક કોઈ ટુર્નામેન્ટ શરૂ કરવાની સ્થિતિમાં નથી. આપણે હવે એવી સ્થિતિમાં રહેવા અંગે શીખવાની જરૂર છે જ્યાં સ્ટેડિયમમાં કોઈ પ્રેક્ષક નહીં હોય.

સરકાર પાસે રહેશે અધિકાર

કોરોના વાયરસને કારણે અનિશ્ચિત મુદત માટે મુલતવી રખાયેલી આઇપીએલની 13મી સિઝન અંગેના સવાલના જવાબમાં કિરણ રિજીજુએ જણાવ્યું હતું કે દેશમાં કોઈ પણ પ્રકારની ટુર્નામેન્ટના આયોજન અંગેનો નિર્ણય લેવાનો અધિકાર સરકાર પાસે છે. આ અંગે સરકારે નિર્ણય લેવાનો છે અને સરકાર તમામ પરિસ્થિતિની સમીક્ષા કરીને જ નિર્ણય લેશે. અમે આરોગ્યના જોખમે કોઈ ટુર્નામેન્ટ યોજી શકીએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે અમે કોરોનાથી લડવા અંગે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમે પરિસ્થિતિ સામાન્ય બને તે માટે કામ કરી રહ્યા છીએ. હાલમાં તો કોઈ તારીખ જાહેર કરવી અઘરી છે પરંતુ મને ખાતરી છે કે આ વર્ષમાં અમે કેટલીક ટુર્નામેન્ટ યોજી શકીશું.

READ ALSO

Related posts

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્ર પર અંદાજ કરતા ઘણી વધારે થઈ અસર

Nilesh Jethva

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

Nilesh Jethva

પક્ષપલટુ ધારાસભ્યોને પ્રજાએ જાહેરમાં મારવા જોઇએ, બનાસકાંઠાના ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!