જ્યાં એક તરફ દેશ અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે લોકોની બેદરકારીને લીધે કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. એવામાં રાજ્યના સૌથી મોટા અને સત્તા પક્ષ એવા ભાજપના અનેક કાર્યક્રમોમાં જ કોરોના ગાઈડલાઇનના ધજાગરા ઉડતા જોવા મળે છે.

ભાજપની બેઠકમાં ન જળવાયું સોશ્યલ ડિસ્ટન્સ
રાજકોટ જિલ્લા ભાજપની બેઠકમાં સોશિયલ ડિસ્ટંસનો ભંગ જોવા મળ્યો. રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહની હાજરીમાં મળેલી આ બેઠકમાં કેટલાક કાર્યકરોએ માસ્ક પણ યોગ્ય રીતે પહેર્યા નહોતા. ત્યારે આ અંગે સવાલ કરવામાં આવતા અલગ-અલગ બહાના બતાવવામાં આવ્યા.

પોલીસ રાજકીય હોદ્દેદારો સામે પાંગળી
તો બીજી તરફ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરિયાએ માસ્ક અંગે કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવશે તેવો દાવો કર્યો હતો. ત્યારે સવાલ એ છે કે સામાન્ય માણસ પાસે દંડ વસૂલતી પોલીસ રાજકીય હોદ્દેદારો સામે કેમ પાંગળી બની જાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- જગદીપ ધનખડ, કિરણ રિજ્જુ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ, સુપ્રીમ કોર્ટ કોલેજિયમ વિરુધ્ધ ટિપ્પણી કરવાનો છે મામલો
- આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા
- હિમપ્રપાત / જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભૂસ્ખલન, 2 વિદેશી નાગરિકોના મોત
- નવી ટેક્સ વ્યવસ્થા વિ જૂની / શું તમે મહિને 1 લાખ રૂપિયા કમાઓ છો? તો તમારા માટે કઈ કર વ્યવસ્થા વધુ સારી છે?
- બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?