GSTV

સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો / હવે નહિ થાય વેક્સિનની અછત, માત્ર 2 દિવસમાં થઇ શકે છે 100% રસીકરણ

Last Updated on October 11, 2021 by Pritesh Mehta

દેશમાં કોરોના વેક્સિનની અછત હવે ખતમ થઇ ગઈ છે. 9 મહિના બાદ રસીના એટલા ડોઝ ઉપલબ્ધ થઇ ગઈ છે કે રાજ્યો ઈચ્છે તો માત્ર 2 જ દિવસમાં રસીકરણ 100% ને પાર પહોંચી શકે છે. આરોગ્ય મંત્રલાયએ દાવો કર્યો છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે 8 કરોડથી વધુ ડોઝ પહોંચી ગયા છે. બધી રસીના ડોઝ હોવા છતાં છેલ્લા 12 દિવસમાં રોજના રસીકરણનો આંકડો 1 કરોડથી વધુ નથી થઇ શક્યો. એવામાં હવે વેક્સિન ઓવર સ્ટોકની ચિંતા વધવા લાગી છે.

વેક્સિન

આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું છે કે રાજ્યો પાસે વેક્સિનના હજુ પણ 8.28 કરોડથી વધુ ડોઝનો ભંડાર છે. 16 જાન્યુઆરીથી રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદ પહેલીવાર આટલો બધો સ્ટોક છે. વેક્સિન સપ્લાયને લઈને કેન્દ્ર સરકાર સતત દાવો કરી રહી હતી કે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધી વેક્સિનનો પૂરતો સ્ટોક થઇ જશે. તેમણે કહ્યું કે દેશમાં હવે ક્ષમતાથી વધુ રસીના ડોઝ છે. અત્યારસુધી એક દિવસન વધુમાં વધુ 2.50 કરોડ વેક્સિનનો રેકોર્ડ અને તેની સરખામણીમાં ભંડારણ ચાર ગણું વધુ છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરના રોજ અઢી કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ રોજના રસીકરણમાં 50%થી પણ વધુનો ઘટાડો થયો છે. રસીના ઓવર સ્ટોકને લઈને તમામ રાજ્યોમાં રસીકરણની ઝડપ વધારવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રણાએ આગામી 15 દિવસમાં વેક્સિનનો વધુ સ્ટોક મોકલવાની જાણકારી આપી છે.

15 દિવસમાં બમણો થયો ગયો સ્ટોક

આરોગ્ય મંત્રલયના રિપોર્ટ મુજબ રાજ્યો પાસે વેક્સિનનો સ્ટોક 15 દિવસમાં વધીને બમણો થઇ ગયો છે. રિપોર્ટ મુજબ 24 સપ્ટેમ્બર સુધી રાજ્યો પાસે 4.24 કરોડ ડોઝ છે. પરંતુ હવે સંખ્યા બમણા કરતા પણ વધુ થઇ ગઈ છે. તેની પાછળ પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યૂટનું યોગદાન છે. સિરમ હવે એક મહિનામાં 20 કરોડથી પણ વધુ કોવિશીલ્ડની સપ્લાય કરી રહ્યું છે. જે બે મહિના પહેલા 8-9 કરોડ હતું. હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે પણ વેક્સિન સપ્લાય વધારી દીધી છે.

વેક્સિનેશન

સિરિંજની અછતને કારણે ઓછું રસીકરણ

મંત્રલાયા પાસેથી જાણકારી મળી છે કે ઓછું રસીકરણ થવા પાછળ કારણ સિરિંજની કમી છે. રસી તો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે પરંતુ સિરિંજનું ઉત્પાદન ઓછું થયું છે. હિન્દુસ્તાન સિરિંજના એમડી રાજીવ નાથનું કહેવું છે કે સમયસર ઓર્ડર ન મળવાને કારણે આ કમી થઇ છે. તેમણે કહ્યું છે કે આપણી પાસે વેક્સિનની ગોળી તો છે પરંતુ તેને ફાયર કરવા માટે ગન નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

આઉટ ઓફ કંટ્રોલ ઇંધણના ભાવ! આજે ફરી થયું પેટ્રોલ-ડીઝલ મોંઘુ, જાણો લેટેસ્ટ અપડેટ

Damini Patel

હોબાળો/ આદિવાસી ન હોવા છતાં નિમિષા સુથારને આરોગ્ય મંત્રી બનાવી દીધા, ભાજપના સાંસદે ભાજપના જ મંત્રી સામે મોરચો માંડયો

Pravin Makwana

ગુજરાત સરકારનો મોટો નિર્ણય/ સરકારી નોકરીમાં પતિ-પત્નીને એક જગ્યાએ કે નજીકના સ્થળે મૂકવા આદેશ, પાંચ વર્ષનો નિયમ રદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!