GSTV
India News Trending

કોઈ પણ શિવસૈનિક મહારાષ્ટ્ર સાથે દગો નહિ કરે – ઉદ્ધવ ઠાકરેની ધારાસભ્યોને ટકોર

મુખ્યમંત્રીએ સવારથી ચાલી રહેલ રાજીનામાની અટકળો વચ્ચે ફેસબૂક લાઈવ કરીને જનતાને સંબોધન કર્યું હતુ. તેમણે દુખ વ્યકત કરતા કહ્યું કે મને એ વાતનો અફસોસ નથી કે મારૂં મુખ્યમંત્રી પદ જઈ શકે છે. કોંગ્રેસે અને પવાર સાહેબે મને સીએમ તરીકે સ્વીકાર્યો અને આજના આ કપરા સમયમાં પણ તેઓ મારા સાથે ઉભા છે. દુખ એ વાતનું છે કે મારા પોતાના માણસોએ જ મારો સાથ છોડ્યો. શિવસેનાના નેતાએ આ દગો કર્યો છે. તમે બાળાસાહેબના શિવસૈનિક તરીકે મારી પાસે આવીને માંગણી કરો હું સીએમ પદ શું પાર્ટીના તમામ પદ છોડવા તૈયાર પરંતુ એક વખત મને તો કહો. સુરત કે ગુવાહાટી જઈને આ શું નિવેદન બાજીઓ કરી રહ્યાં છો ?

મહારાષ્ટ્ર

શિવસૈનિક તરીકે તમે ગમે તે સમયે મારી જોડે ગમે તે માંગણી કરી શકો છો પરંતુ જે માંગણીએ છે તે સામે આવીને કરો. દરેક માટે મારા દરવાજા ખુલ્લા છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમને હું CM પદે યોગ્ય નથી લાગતો તો આવો અને મને કહો, તમે આપો એ ઉમેદવારને સીએમ બનાવવા માટે ભલામણ કરીશ. સમસ્યા હોય તો સાર્વજનિક કેમ કરો છો.

મહારાષ્ટ્ર

તેમણે તમામ બાગી થયેલ ધારાસભ્યોને ટકોર કરતા કહ્યું કે કોઈપણ શિવસૈનિક મહારાષ્ટ્ર સાથે દગો નહિ કરે. પદ તો આવે છે અને જાય છે પરંતુ દરેક માણસની સાચી કમાઈ તો તેણે કમાવેલ ઈજ્જત જ છે. સત્તા જશે તો પણ કઈં વાંધો નથી જનતા પાસે જઈને વોટ માંગીશું.

READ ALSO:

Related posts

જય જગન્નાથ / ઈસ્કોન મંદિરમાં 13મી રથયાત્રાનું આયોજન, પૂરજોશમાં ચાલી રહી છે તૈયારી

Zainul Ansari

કહી ખુશી કહી ગમ / મહારાષ્ટ્રમાં ઠાકરેના રાજીનામાં બાદ ભાજપમાં ખુશીનો માહોલ, ફડણવીસને મોં મીઠું કરાવ્યું

Hardik Hingu

મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત

Zainul Ansari
GSTV