GSTV

શપથગ્રહણ/ ગુજરાતના નવા મંત્રીમંડળમાં નો રિપીટ થીયરી : આટલા ધારાસભ્યોને આવ્યા ફોન, નવા સુકાની અને નવી ટીમ

Last Updated on September 16, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં નવા સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલની સરકાર તૈયાર કરાયા બાદ છેલ્લાં કેટલાંય દિવસથી નવા મંત્રીમંડળને લઇને રાજકારણ ગરમાયું હતું. એવામાં નવા મંત્રીમંડળની શપથવિધિને લઇને ગઇ કાલથી જ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. કારણ કે, ગઇ કાલે જ મંત્રીમંડળની શપથવિધિનું આયોજન હતું. જેને લઇને સંપૂર્ણ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. એટલે સુધી કે બોર્ડ પણ તૈયાર કરી દેવાયા હતાં અને સ્ટેજ પણ તૈયાર કરી દેવાયું હતું. પરંતુ બાદમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ‘નો રિપીટ થિયરી’ ના કારણે રૂપાણી સરકારમાં રહેલા નેતાઓ નારાજ હતાં. જેથી ગઇ કાલે બપોરના 2 વાગ્યે શપથવિધિના આયોજન બાદ કાર્યક્રમમાં ફેરફાર કરાયો અને સાંજના 4 વાગ્યે શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ અંતે તેનો પણ ફિયાસ્કો થયો હતો.

bhupendra-patel-amit-shah

જો કે, બાદમાં આજ રોજ ગુરૂવારના બપોરે 1:30 વાગ્યે મંત્રીમંડળની શપથવિધિનું આયોજન કરાયું. જેમાં અંતે આજે જે ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં શપથ લેવડાવાના છે તેઓને ફોન કરવામાં આવ્યાં છે. જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે, ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં દક્ષિણ ગુજરાતમાંથી 7 ધારાસભ્યોને પ્રધાનપદ, સોરાષ્ટ્રમાંથી 8 ધારાસભ્યો, ઉત્તર ગુજરાતમાંથી 3 ધારાસભ્યો અને મધ્ય ગુજરાતમાંથી 6 ધારાસભ્યોને પ્રધાનપદ મળ્યાં છે.

  • પટેલ – 8
  • ક્ષત્રિય – 2
  • OBC – 6
  • SC – 2
  • ST – 3
  • જૈન -1
bhupendra patel

ઉત્તર

(1) ઋષીકેશ પટેલ ( વિસનગર ) પટેલ )
(2) ગજેન્દ્ર પરમાર ( પ્રાતિંજ ) ઓબીસી )
(3) કિરિટસિંહ વાઘેલા ( કાંકરેજ ) ક્ષત્રિય

દક્ષિણ

(1) નરેશ પટેલ, ગણદેવી (st )
(2) કનુ દેસાઈ, પારડી ( બ્રહ્મણ )
(3) જીતુ ચૌધરી ( કપરાડા ) ST
(4) હર્ષ સંઘવી ( મજુરા ) જૈન
(5) મુકેશ પટેલ ( ઓલપાડ ) કોળી પટેલ
(6) દુષ્યંત પટેલ ( પટેલ ) ભરૂચ
(7) વીનુ મોરડીયા ( કતારગામ ) પટેલ

સૌરાષ્ટ્ર

(1) જે.વી.કાકડીયા ( ધારી, પટેલ )
(2) અરવિંદ રૈયાણી ( રાજકોટ) પટેલ
(3) રાઘવજી પટેલ ( પટેલ )જામનગર
(4) બ્રિજેશ મેરજા ( પટેલ )મોરબી
(5) દેવા માલમ ( કેશોદ) કોળી
(6) કિરીટસિંહ રાણા ( લિંબડી ) ક્ષત્રિય
(7) આર.સી. મકવાણા ( મહુવા, ભાવનગર ( કોળી )
(8) જીતુ વાઘાણી : ભાવનગર વેસ્ટ ( પટેલ )

jagdish panchal

મધ્ય

(1) જગદીશ પંચાલ ( નિકોલ ) ઓબીસી
(2) નિમિષા સુથાર ( મોરવા હડફ ) ST
(3) પ્રદિપ પરમાર ( અસારવા ) એસ.સી
(4) અર્જુનસિંહ ચૌહાણ ( મહેમદાવાદ ) ઓબીસી )
(5) કુબેર ડિંડોર ( સંતરામપુર ) ST
(6) મનીષા વકીલ : SC

READ ALSO :

Related posts

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari

મોદી સરકારે લોકોને તકલીફ આપવામાં નવા રેકોર્ડ સર્જયા, એક વર્ષમાં પેટ્રોલનો ભાવ 23 રુપિયા વધ્યો : પ્રિયંકા ગાંધીના ચાબખાં

Bansari

હવે લોકો સાથે નહીં થાય અન્યાય, શરૂ થઇ ગયો વિકાસનો યુગ : જમ્મુ-કાશ્મીરમાં અમિત શાહની હૂંકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!