GSTV

હવે વર્તમાન ધારાસભ્યોની ટિકિટ પણ જોખમમાં, પાર્ટીએ જે રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યાં ત્યાં અપનાવાશે આ રીત

no-repeat-theory-for-the-assembly-gujarat

Last Updated on September 23, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાત ભાજપના પ્રદેશ નેતાઓ હાઇકમાન્ડની સૂચના પ્રમાણે હવે ચૂંટણી મોડમાં આવી ચૂક્યાં છે. પાર્ટીના સૂત્રો કહે છે કે રૂપાણી સરકારના જે મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યાં છે તે પૈકી માત્ર ૭૦ ટકાને પાર્ટી ટિકીટ નહીં આપે. સરકારમાં જે રીતે પરિવર્તન થયું છે તેવું પરિવર્તન વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે થઇ શકે છે.

Amit-Shah

પાર્ટીએ જે રાજ્યોમાં CM બદલ્યાં ત્યાં વર્તમાન ધારાસભ્યો પૈકી ૬૦ ટકાને ફરીથી ટિકીટ મળવાની શક્યતા ધૂંધળી

માત્ર ગુજરાત જ નહીં, પાર્ટીએ જે રાજ્યોમાં મુખ્યમંત્રી બદલ્યા છે ત્યાં વર્તમાન ધારાસભ્યો પૈકી ૬૦ ટકાને ફરીથી ટિકીટ મળવાની શક્યતા ધૂંધળી બની છે. પાર્ટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ૨૦૨૨માં પંજાબ, મણીપુર, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપની સરકારમાં જેમ મંત્રીઓ માટે રિપોર્ટ કાર્ડ છે તેવું રિપોર્ટ કાર્ડ ધારાસભ્યો માટે પણ લાગુ કરવામાં આવી રહ્યું છે.

આ રાજ્યોમાં સત્તા વિરોધી લહેર એટલે કે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર ભાજપ માટે ચિંતાનો વિષય છે. દેશના સાત રાજ્યો પૈકી ભાજપને ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં કોઇ પણ સંજોગોમાં સત્તા જોઇએ છે. આ બન્ને રાજ્યોમાં પાર્ટીને ખબર છે કે કોંગ્રેસ પાર્ટી નામશેષ છે તેમ છતાં તેના માટે હાઇકમાન્ડ કોઇ રિસ્ક લેવા માગતું નથી.

bhupendra-patel-gujarat-cm

મુખ્યમંત્રીએ મંત્રીઓ અને અધિકારીઓને ફરજિયાત ઓફિસમાં હાજર રહેવાની સૂચના આપી

દરમિયાન ગુજરાતમાં નવી સરકાર આવી છે. જૂની રૂપાણી સરકારે લીધેલા નિર્ણયો ધીમે ધીમે બદલાઇ રહ્યાં છે. આજે કેબિનેટમાં મુખ્યમંત્રીએ મંત્રીઓ અને અધિકારીઓને ઓફિસમાં હાજર રહેવાની જે સૂચના આપી છે તેવી સૂચના અગાઉની સરકારમાં ક્યારેય આપવામાં આવી નથી. રૂપાણીની સરકારમાં કેબિનેટના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સંસદસભ્યો અને ધારાસભ્યોના કામ કરતા ન હતા, તેમના અપમાન થતાં હતા.

તેમને બેસાડી રાખવામાં આવતા હતાં તેવી ફરિયાદો હાઇકમાન્ડ સુધી થઇ હતી. જ્યારે ફરિયાદ ઉભી થાય ત્યારે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયના વિભાગોને લેખિતમાં આદેશ કરવામાં આવતો હતો પરંતુ કેબિનેટની બેઠકમાં આવી ચર્ચા ભાગ્યે જ થઇ હશે.

અગાઉની સરકારમાં હજારો ફાઇલો એવી હતી કે જે મહિનાઓથી એક જ જગ્યાએ પડી રહેતી હતી પરંતુ નવી સરકારમાં એવો આદેશ કરવામાં આવ્યો છે કે મંત્રી કે અધિકારીની ઓફિસમાં કોઇપણ ફાઇલ અનિર્ણાયક રહેવી ન જોઇએ. અરજદારને સ્પષ્ટ શબ્દોમાં ઝડપથી જવાબ આપવો પડશે અથવા તો ફાઇલની ગતિને વધારવી પડશે. પ્રતિદિન લેવાઇ રહેલા નિર્ણયોને જોતાં ભૂપેન્દ્ર પટેલની સરકાર ઇલેક્શન મોડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!