GSTV
Home » News » ચિદમ્બરમને લાગ્યો મોટો ઝટકો, સુપ્રીમમાંથી પણ કોઈ રાહત નહીં

ચિદમ્બરમને લાગ્યો મોટો ઝટકો, સુપ્રીમમાંથી પણ કોઈ રાહત નહીં

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી હાલ પુરતી કોઈ રાહત નથી મળી. ચિદમ્બરને સુપ્રીમ કોર્ટમા અરજી કરી ઈન્ટરિમ બેલની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એનવી રમનાની સામે આ અરજી દાખલ કરી સુનાવણીની માગ કરી હતી પરંતુ જસ્ટિસ રમનાએ કહ્યું કે તેઓ આ અરજી સીજેઆઈ સમક્ષ મોકલી રહ્યાં છે તેઓ નક્કી કરશે કે અરજી પર સુનાવણી ક્યારે થશે. સુપ્રીમ કોર્ટમાં સલમાન ખુર્શીદ અને વિવેક તન્ખા ઉપરાંત સોલિસિટર જનરલ હાજર રહ્યાં હતા. અરજીમાં કહેવામાં આવ્યું કે તેમનું નામ એફઆઈઆરમાં નથી, તેમના વિરૂદ્ધનો આરોપ આધાર વિનાનો છે અને રાજકીય બદલાની કાર્યવાહી થઈ રહી છે.

શું છે સમગ્ર ઘટના ?

આ કેસમાં અત્યાર સુધી ચિદમ્બરમને કોર્ટમાંથી લગભગ બે ડઝન વખત અંતરિમ પ્રોટેકશન એટલે કે તેમની ધરપકડ ન થાય તે અંગેની રાહત મળી છે. આ મામલો 2007નો છે જ્યારે ચિદમ્બરમ દેશના નાણા મંત્રી હતા. 2017માં સીબીઆઈએ આ મામલે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડને મળેલી સ્વીકૃતીમાં ગરબડી અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જ્યારે કે ઈડીએ 2018માં મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આઈએનએક્સ મીડિયાની પ્રમોટર અને આરોપી ઈન્દ્રાણી મુખર્જીને એપ્રુવર બનાવવામાં આવ્યા છે અને આ વર્ષે જ તેમનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યુ હતું. સીબીઆઈના દાવા મુજબ મુખર્જીએ નિવેદન આપ્યું હતું કે તેમને કાર્તિ ચિદમ્બરમને 10 લાખ રૂપિયા આપ્યાં હતા.

READ ALSO

Related posts

મોદી સરકાર દેવામાં ડૂબાડી રહી છે ભારતને, 5 વર્ષમાં 58 ટકા દેવું વધીને 7.4 લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું

GSTV Desk

નવા ટ્રાફિક નિયમોને લઇને સૌરાષ્ટ્રમાં વિરોધનો વંટોળ, રાજકોટમાં વેપારીઓએ બંધ પાળ્યો

Riyaz Parmar

NRIમાં મોદીની લોકપ્રિયતા અને વિદેશમાં વડાપ્રધાનનાં સફળ કાર્યક્રમો પાછળ આ ભેજુ કરે છે કામ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!