સોશિયલ મીડિયા અને અન્ય અહેવાલોમાં ચલણી નોટો પર ગાંધીજીનો ફોટો બદલવાની વાત તદ્દન પાયાવિહોણી છે તેમ આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે સ્પષ્ટતા કહ્યું કે અમારી આ પ્રકારની કોઈ યોજના નથી.

ભારતીય સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં કહ્યું કે મીડિયાના વિવિધ માધ્યમોમાં ફરતા ભારતીય કરન્સી પર મહાત્મા ગાંધીના ફોટો બદલવાના અહેવાલો પાયાવિહોણા છે, અમે તેને ફગાવીએ છીએ.
આ પ્રકારની કોઈ યોજના રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા બનાવી નથી, ના હાલ વિચારાધીન છે, તેમ આરબીઆઈએ ઉમેર્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે નાણા મંત્રાલય અને આરબીઆઈ અન્ય અગ્રણી ભારતીયોના ચહેરાનો ઉપયોગ કરવાનું વિચારી રહી હતી. અહેવાલો અનુસાર ગાંધીજીને સ્થાને હવે નવી નોટોમાં રવિન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામ સહિતના મહાનુભાવોનો ફોટો છાપવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી