GSTV
Home » News » જે બાઈકને ખરીદવી એ ગુજરાતના દરેક યુવાનનું સપનું હતું તે 16 વર્ષ બાદ અલવિદા કહી રહી છે

જે બાઈકને ખરીદવી એ ગુજરાતના દરેક યુવાનનું સપનું હતું તે 16 વર્ષ બાદ અલવિદા કહી રહી છે

ક્યારેક યુવાન દિલોની ધડકન રહી ચુકેલી હીરો મોટોકોરની પહેલી પ્રીમિયમ મોટર સાયકલ હીરો કરિઝ્માના પ્રોડક્શન પર તાળુ લગાવી શકે છે. જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર કંપનીએ પાછલા છ મહિનાથી આ બાઈકના એક પણ યૂનિટનું ઉત્પાદન નથી કર્યું.

ઋતિક રોશને કર્યું હતું પ્રમોટ

2003માં જ્યારે કરિઝ્મા લોન્ચ થઈ હતી ત્યારે કંપીન હીરો મોટોકોપની જગ્યા પર હીરો હોન્ડા હતી. ત્યારે આ બાઈકને પ્રીમિયમ બાઈક્સમાં ગણવામાં આવતી હતી. તે સમયે આ બાઈકના બ્રાન્ડ એમ્બેસેડર ઋતિક રોશન હતો. ઋતિકની તે સમયે કોઈ મિલ ગયા જેવી ઘણી ફિલ્મો હિટ થઈ હતી અને તે રાઈઝીંગ સ્ટાર હતો. ઋતિકે “Jet Set Go” ટેગ લાઈન સાથે કરિઝ્માની જાહેરાત કરી હતી. જે તેની સ્પીડ અને પાવરને દર્શાવતી હતી. તે સમયે તે યુવાનોની સૌથી પસંદગીની બાઈક હતી.

બીએસ-6 સ્ટાન્ડર બન્યા દુશ્મન

ખબરો અનુસાર વર્ષ એપ્રિલ 2020થી નવા ઉત્સર્જન બીએસ-6 લાગુ થવાનું છે અને કરિઝ્મા નવા સ્ટાન્ડર્સ પર ખરી નથી ઉતરી. સૂત્રોનું કહેવું છે કે કરિઝ્માના એન્જીનને બીએસ-6માં અપગ્રેડ કરવું સંભવ નથી. સોસાઈટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ એટલે સિયામની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર એપ્રિલ 2019થી લઈને સપ્ટેમ્બર 2019 સુધી કરિઝ્માનો એક પણ યુનિટ બનાવવામાં નથી આવ્યો.

200 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જીન

જોકે આ વર્ષની શરૂઆતમાં કંપનીએ કહ્યું હતું કે તે કરિઝ્માને બંધ નહીં કરે અને વિદેશોમાં તેનો નિકાશ ચાલુ રાખશે. ત્યાં જ પાછલા છ મહિનામાં આ બાઈકનો એક પણ યુનિટનો નિકાસ નથી કરવામાં આવ્યો. આ બાઈકમાં 200 સીસીનું સિંગલ સિલિન્ડર એન્જીન લગાવવામાં આવ્યું હતું જે વધુમાં વધુ 8000 આરપીએમ પર 20 બીએચપી અને 6500 આરપીએમ પર 19.7 એનએમનો ટાર્ક જનરેટ કરે છે. બાઈકનું એન્જીન 5-સ્પીડ ગિયરબોક્સમાં આવે છે. બાઈકના સિંગલ ટોનની કિંમત 1.08 લાખ રૂપિયા તો ડુઅલ ટોન શેડની કિંમત 1,10,500 લાખ રૂપિયા છે.

સતત ઘટ્યું ઉત્પાદન

ત્યાં જ પાછલા નાણાકીય વર્ષમાં કંપનીએ તેના 314 યૂનિટ્સનું ઉત્પાદન કર્યુ હતું જે આ નાણાકીય વર્ષ 2019માં ઘટીને 138 યુનિટ્સ સુધી રહી ગયું છે. ત્યાં એક્સપોર્ટ પણ ઘટીને 80 યુનિટ સુધી પહોંચી ગયું. પરંતુ 2009માં યામાહાએ જ્યારે સ્પોર્ટ્સ બાઈક R15 બાનાવવાનું શરૂ કર્યું તો લોકોમાં કરિઝ્માનો ક્રેઝ ઓછો થઈ ગયો. જ્યાર બાદ કંપનીએ કરિઝ્મા ZMRની લોન્ચિંગ કરી.

હીરો Karizma ZMRના વેચાણનો અહેવાલ

  • મે 2018 – 17 યુનિટ
  • જૂન 2018 – 12 યુનિટ
  • જુલાઈ 2018 – 14 યુનિટ
  • ઓગસ્ટ 2018 – 10 યુનિટ
  • સપ્ટેમ્બર 2018 – 11 યુનિટ
  • ઓક્ટોમ્બર 2018 – 0 યુનિટ
  • નવેમ્બર 2018 – 4 યુનિટ
  • ડિસેમ્બર 2018 – 4 યુનિટ
  • જાન્યુઆરી 2019 – 4 યુનિટ
  • કુલ વેચાણ (મે 2018 – જાન્યુઆરી 2019): 76 યુનિટ

કંપનીએ નવી બાઈક્સ લોન્ચ કરી

ત્યાં 2012માં યામાહા R15 2.0. કેટીએમ ડ્યુક 300, બજાજ પલ્સર 200NS, હોન્ડા CBR250Rના આવ્યા બાદ કરિઝ્માને ખૂબ મુશ્કેલ હાલતનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે કરિઝ્માના ઘટતા વેચાણનો અસર કંપની પર નથી પડ્યો અને કંપની આ વર્ષે મે માં 200 સીસી એન્જીન સાથે XPulse 200, XPulse 200T and Xtreme 200Sને લોન્ચ કર્યા.

ટૂંક સમયમાં આવશે નવી કરિઝ્મા

ખબર એમ પણ છે કે હીરો મોટર કોપ ટૂક સમયમાં નવી પ્રીમિયમ મોટર સાયકલ લોન્ચ કરશે. હીરોની નવી બાઈક સ્પોર્ટ્સ કમ્યુટર સેગમેન્ટમાં હશે. માનવામાં આવી રહ્યું છે કે હીરોની નવી બાઈક નેક્સ્ટ જનરેશન કરિઝ્મા હશે. આ બાઈકને હીરોના જયપુર સ્થિત આર એન્ડ ડી સેન્ટરમાં ડેવલેપ કરવામાં આવી રહી છે. કરિઝ્માની ટક્કર Pulsar RS200, Yamaha FZ25 અને અપકમિંગ બાઈક Suzuki Gixxer 250 સાથે થશે. નવી બાઈક HX250R કોન્સેપ્ટ પર બેસ્ડ હશે અને તેનું નામ HX200R રાખવામાં આવી શકે છે. HX200R કોન્સેપ્ટને 2014ના ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવ્યું હતું.

મળી શકે છે બ્લુટુથ કનેક્ટિવિટીનું ફિચર

નવી કરિઝ્મામાં 199.6 સીસીનું બીએસ-6 સિંગલ સિલિન્ડર એન્જીન લગાવવામાં આવેલું છે જે 18.1 બીએચપીની પાવર અને 17.1 અનએમનો ટોર્ક આપશે. ત્યાં જ તેની 6 સ્પીડ ટ્રાંસમિશન હશે. ખબર છે કે નવી કરિઝ્માના કંસોલમાં નેવિગેશનની સાથે બ્લુટુથ કનેક્ટવિટીનું ફિચર હોઈ શકે છે. નવું બાઈક સિંગલ ચેન એબીએસની સાથે લોન્ચ થઈ શકે છે.

Read Also

Related posts

જો બીસીસીઆઇ બંધારણમાં ફેરફાર કરશે તો તે સુપ્રીમ કોર્ટની મજાક ઉડાવવા જેવું ગણાશે

Bansari

23 વર્ષની પત્ની સાથે પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો, આખરે પત્નીએ કર્યું એવું કામ કે….

Bansari

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!