દેશમાં દૂધ પર મોંઘવારીનો માર ચાલુ છે. મધર ડેરીએ ફૂલ ક્રીમ દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો જે બાદ એવી આશંકા વર્તાવાઈ રહી હતી કે શુ હવે અમૂલ દૂધ પણ ભાવ વધારશે? હવે કંપનીના એમડી આર એસ સોઢીએ આ મુદ્દે મોટુ નિવેદન આપ્યુ છે.

ભાવ વધારવાનું કોઈ આયોજન નથી
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી આર એસ સોઢીએ કહ્યુ છે કે કંપનીનું પોતાના દૂધની કિંમતોમાં વધારો કરવાનું આયોજન નથી. ઉલ્લેખનીય છે કે GCMMF જ અમૂલ બ્રાન્ડનું સંચાલન કરે છે. આ વર્ષે અત્યાર સુધીમાં અમૂલ દૂધના ભાવોમાં ત્રણ વખત વધારો કરવામાં આવી ચૂક્યો છે. હવે આના ભાવમાં ફરીથી વધારો થવાની શંકાઓ વચ્ચે કંપની તરફથી આવેલુ આ નિવેદન રાહત આપનારુ છે.
અમૂલ દ્વારા દૈનિક 150 લાખ લિટર દૂધનું વેચાણ
અમૂલનું દૂધ મુખ્ય ગુજરાત ઉપરાંત દિલ્હી-એનસીઆર, પશ્ચિમ બંગાળ અને મુંબઈની માર્કેટમાં સપ્લાય થાય છે. કંપની એક દિવસમાં 150 લાખ લીટર દૂધનું વેચાણ કરે છે અને એક માત્ર દિલ્હી-એનસીઆરમાં પ્રતિ દિવસ 40 લાખ લીટર દૂધ પહોંચાડે છે. અહેવાલો અનુસાર આ વર્ષે દૂધની કિંમતોમાં ત્રણ વખત વધારો કરાયા બાદ રાહત આપતા GCMMFના એમડીએ કહ્યું કે, ઓક્ટોબરમાં છૂટક દરમાં કિંમતો વધારાયા બાદ ખર્ચમાં વધારે વધારો થયો નથી.
અમૂલ દૂધની કિંમત છેલ્લે ક્યારે વધારાઈ હતી ?
દેશની સૌથી મોટી ડેરી અમૂલે દૂધની કિંમતોમાં છેલ્લે ઓક્ટોબર-2022માં વધારો કર્યો હતો. આ પહેલા કંપનીએ ઓગસ્ટમાં દેશભરમાં દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો. તો માર્ચ-2022માં પણ અમૂલે દૂધની કિંમતો વધારી હતી. આ દરમિયાન એક કંપની દ્વારા કિંમતોમાં વધારા બાદ અન્ય કંપનીઓએ પણ કિંમતોમાં વધારો કરતી હોવાનું જોવા મળ્યું હતું. આ જોતાં તાજેતરમાં જ મધર ડેરીના દૂધની કિંમતો વધતા એવી અટકળો લગાવાઈ હતી કે, અમૂલ પણ કિંમતો વધારી શકે છે.
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું
- ભાણા સાથે લગ્ન કરવાની જીદ પર અડી 60 વર્ષની મામી, લગ્ન તોડાવીને ઉઠાવ્યું આ પગલું
- પાકિસ્તાનના વડા પ્રધાન માટે “આગે કૂવા પીછે ખાઈ“ જેવો ધાટ
- વજન ઘટાડવા માટે મધનો આ રીતે કરો ઉપયોગ, જાણો તેના ફાયદા વિશે