GSTV
Home » News » રેલવેઅે વધુ માલસામાન પર પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવાની યોજનાને મુકી પડતી

રેલવેઅે વધુ માલસામાન પર પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવાની યોજનાને મુકી પડતી

વધુ માલસામાન લઈ જવા પર પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવાની યોજનાને હવે રેલવે વિભાગે પડતી મુકી છે. રેલવે વિભાગે કહ્યું છે કે આનો ઉદેશ્ય પ્રવાસીઓ વચ્ચે જાગરૂરકતા વધારવાનો હતો.

નિર્ધારીત મર્યાદા કરતા વધુ માલસામાન લઈ જવાના ત્રણ દાયકા જૂના નિયમને લાગુ કરવાનો પ્રસ્તાવ હતો. રેલવે દ્વારા વધારે માલસામાન મામલે પહેલી જૂનથી છ જૂન સુધીનું છ દિવસીય અભિયાન શરૂ કર્યું હતું.

જો કે નિર્ધારીત મર્યાદાથી વધુ માલસામાન લઈ જવા પર છ ગણો વધારે દંડ વસૂલવાના કડક નિર્ણયને લઈને સોશયલ મીડિયા પર લોકોએ ઘણી આકરી પ્રતિક્રિયા આપી હતી.

રેલવે મંત્રાલયના પ્રવક્તા રાજેશ વાજપેયીએ કહ્યુ છે કે અભિયાન દ્વારા લોકોની વચ્ચે જાગરૂરકતા ઉભી કરવાનો ઈરાદો હતો. વધુ માલસમાન લઈને મુસાફરી કરતા પ્રવાસીઓને કારણે અન્ય પ્રવાસીઓને અસુવિધા થાય છે.

રાજેશ વાજપેયીએ કહ્યું છે કે અભિયાનનો ઉદેશ્ય પ્રવાસીઓને મહત્તમ માલસામાન લઈ જવાના નિયમ બાબતે અવગત કરાવવાનો હતો.

Related posts

એમેઝોન અને ફ્લિપકાર્ટે એક સપ્તાહમાં ભારે ડિસ્કાઊન્ટ આપી ત્રણ અરબ ડોલરનો માલ વેચતા સરકાર વિચારમાં લીન

Mayur

આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસમાં મોદી VS સોનિયાની જંગ જોવા મળશે

Mayur

ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આંટો જેવી સ્થિતિ હોવાથી RCEPના વિરોધમાં આજે ભારતભરમાં ખેડૂતોના દેખાવો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!