GSTV

નવો નિયમ: જો તમારી પાસે પાર્કિંગની જગ્યા નહીં હોય તો આગામી વર્ષથી નવી ગાડી ખરીદી શકશો નહીં

જો તમે દિલ્હીમાં નિવાસ કરી રહ્યા છો અને નવી ગાડી લેવાનું વિચારી રહ્યા છો, તો એક વાર વિચારી લેશો, એરિયા મેનેજમેન્ટ રૂલ મુજબ જો તમારી પાસે પાર્કિંગ સ્પેસ નહીં હોય તો આગામી વર્ષથી આપ ગાડી નહીં ખરીદી શકો. નવા પાર્કિંગ એરિયા મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત ફક્ત એ લોકો જ ગાડી ખરીદી શકે છે, જેના ઘરમાં પાર્કિંગ સ્પેસ હોય અથવા ત આજૂબાજૂમાં એક કિમીની અંદર પાર્કિંગની કાયદેસરની જગ્યા હોય. નવા નિયમ મુજબ જે કોલોનીમાં પહેલાથી મર્યાદા કરતા વધારે ગાડી હોય, ત્યાં પાર્કિંગની વ્યવસ્થા બાદ લોકો નવી ગાડીઓ ખરીદી શકતા નથી. દિલ્હીમાં તમામ વિસ્તારોમાં આગામી ચાર મહિનામાં નવા નિયમો લાગૂ કરવાનું કહેવાયુ છે.

આગામી ચાર મહિનામાં લાગૂ થઈ શકે આ નિયમ

સુપ્રીમ કોર્ટે એમસીડીની રહેઠાણ કોલોનીમાં મોડલ પાર્કિંગ પ્લાન તૈયાર કરવાનું કહ્યુ હતું. સાઉથ એમસીડી લાજપતનગર, નોર્થ એમસીડીનું કમલા નગર અને ઈસ્ટ એમસીડીના કૃષ્ણાનગર માટે આ પ્લાન ડ્રાફ્ટ કરી કોર્ટમાં રજૂ કરાયો છે. ત્યારે કોર્ટે હવે આ પ્લાનને સમગ્ર દિલ્હીમાં લાગૂ કરવાનું નક્કી કર્યુ છે. જ આગામી ચાર મહિનાની અંદર લાગૂ કરી દેવાશે. નવા એરિયા પ્લાનનો ઉદ્દેશ્ય છે કે, રોડ પર ઓછામાં ઓછી ગાડીઓ હોય.જો ટ્રાફિક જામની સમસ્યા ન થાય.એટલા માટે નવી ગાડીઓની ખરીદી પર રોક લગાવી છે.

હવે આપવુ પડશે પાર્કિંગ સ્પેસ પ્રુફ

જો કોઈ નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છે, તો તેને પાર્કિંગ સ્પેસનું પ્રુફ આપવાનું રહેશે. સાથે જ એ વાત પણ જણાવાની રહેશે કે, તેની પાસે કેટલી ગાડી છે. જો કોઈના ઘરની આસપાસ એક કિમીની અંદર પાર્કિંગ સ્પેસ અથવા કાયદેસર પાર્કિંગ નહીં હોય તો તેના માટે નવી ગાડી ખરીદવી મુશ્કેલ થશે. જો કે, Rwaનું કહેવુ છે કે, પેહલા પાર્કિંગની વ્યવસ્થા કરો પછી આવી રીતે જનતા પર બોમ્બ ફોડો.

READ ALSO

Related posts

32 ગાયકોના અવાજમાં ગીત ગાઈ સૌને મંત્રમુગ્ધ કરનારા મહેશ કનોડિયાના નિધન પર વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

Pravin Makwana

હે રામ ! દહન થાય તે પહેલા જ કોઈ કરી ગયુ રાવણનું અપહરણ, પૂતળૂ ઉઠાવી ગઈ પબ્લિક

Pravin Makwana

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!