GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સુરતમાં કોણ ચૂંટણી લડશે એ ખબર નહીં પણ લાઈનમાં ઉભા રહેનારની યાદી આવી ગઈ છે

surat bjp

સુરત લોકસભાની બેઠક પર યોગ્ય મુરતિયાઓની પસંદગી ઉતારવા ભાજપ પ્રદેશ નિરીક્ષકની બેઠક મળી. આ બેઠકમાં સાત વિધાનસભા મત વિસ્તારના દાવેદારના કાર્યકર્તાઓ અને સમર્થકોના સૂચનો અને અભિપ્રાય નિરીક્ષકો દ્વારા લેવામાં આવ્યા.

સુરત લોકસભા બેઠક પર ભાજપ પ્રદેશ નિરિક્ષકે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી. જેમાં 400થી વધુ સમર્થકો અને કાર્યકર્તાઓને સાંભળવામાં આવ્યા. જે બાદ સુરત પ્રભારી ભરત બારોટ સહિત નિરીક્ષક ભરતસિંહ પરમાર અને ભાવનાબેન દવેની અધ્યક્ષયતા પત્રકાર પરિષદ મળી. સેન્સ લેવાની પ્રક્રિયા દરમ્યાન સૌથી અંતમાં દાવેદારી નોંધાવનાર હાલના સીટીંગ સાંસદ દર્શના ઝરદોષ રહ્યા હતા.

સુરત લોકસભાની બેઠક માટે કુલ ચોવીસ લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાંથી પાંચ દાવેદારો પ્રબળ ઉમેદવાર તરીકેની રેસમાં છે. જેમાં પ્રથમ મોઢવણીક સમાજના અને શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાનું નામ છે. જ્યારે દર્શના ઝરદોશે ફરીથી ટીકીટ માટેની દાવેદારી નોંધાવી છે. આ સિવાય કારંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જનક બગદાણા પણ રેસમાં છે.

જ્યારે ઓલપાડના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પણ સુરત લોકસભાથી ટીકીટ માટેની પ્રબળ દાવેદારી કરી છે. જ્યારે પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલ અઢી વર્ષથી ભાજપમાં શહેર ઉપાધ્યક્ષ તરીકેનું પદભાર સંભાળતા ધીરુભાઈ સવાણીનું નામ પણ લિસ્ટમાં છે. ત્યારે સુરત લોકસભા બેઠક પરથી ટીકીટ માટેની દાવેદારી નોંધાવનાર દાવેદારોની યાદી આ પ્રમાણે છે.

  • દર્શના જરદોશ
  • જનક બગદાણા
  • કિરીટ પટેલ
  • નીતિન ભજીયાવાલા
  • ધીરૂભાઈ સવાણી
  • અજય ચોક્સી
  • કનુ માવાણી
  • અસ્મિતા શિરોયા
  • મુકેશ દલાલ
  • હેમાંગી બોગાવાળા
  • દર્શની કોઠીયા
  • રૂપીન પચીગર
  • વિભૂતિ દેસાઈ
  • કાંતિ રાંદેરી
  • જે.પી. ફિંડોલીયા

READ ALSO

Related posts

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva

ટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!