GSTV
Home » News » 1 રૂપિયે કિલો ડુંગળી પણ કોઈ લેવા તૈયાર નથી, હવે ખેડૂતો ફસાયા

1 રૂપિયે કિલો ડુંગળી પણ કોઈ લેવા તૈયાર નથી, હવે ખેડૂતો ફસાયા

દોઢેક મહિના પહેલા દોઢસો રૂપિયે કિલો વેચાતી ડુંગળીનું બમ્પર ઉત્પાદન બજારમાં ઠાલવાતા હવે ગુજરાતમાં જથ્થાબંધ બજારમાં સરેરાશ અઢારથી વીસ રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહી છે. સારા ભાવ મળવાની આશાએ ડુંગળીનું વાવેતર કરનાર ખેડૂતોને બેહાલ બનીને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાંથી દરરોજ રપ00 ટન જેટલી ડુંગળી ગુજરાતની બજારોમાં ઠાલવાઈ રહી છે. જેને લઈને ભાવ તળિયે 5હોંચી ગયા છે.

ચોમાસામાં કમોસમી વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદક વિસ્તારો સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં પાકને વ્યાપક નુકશાની પહોંચતા ડુંગળીની ભારે અછત સર્જાઈ હતી. જેના કારણે દેશમાં ડુંગળીના ભાવ છુટક બજારમાં રૂ.16પ પ્રતિકિલો પહોંચી ગયા હતા. દરમિયાનમાં નવા વાવેતરની આવક બજારમાં શરૂ થતા ડુંગળીના ભાવ ઘટવા માંડયા છે. આજની સ્થિતિએ નજર કરીએ તો સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડોમાં સરેરાશ 15-20 રૂપિયાથી લઈને સારામાં સારી ગુણવત્તાની ડુંગળીના જથ્થાબંધ ભાવ પ્રતિકિલો 30-3પ માંડ ઉપજી રહ્યા છે.

જ્યારે અમદાવાદ યાર્ડમાં નાસિકની ડુંગળી રૂ.રપથી 30 અને સૌરાષ્ટ્રની ડુંગળી રૂ.17થી રર પ્રતિકિલોના ભાવે વેચાઈ હતી. સૌરાષ્ટ્રના હાપા માર્કેટીંગ યાર્ડમાં નીચામાં નીચા રૂ.પ0 પ્રતિમણ એટલે કે અઢી રૂપિયે કિલો ડુંગળી વેચાઈ હતી. આવી રીતે જ વિસાવદર યાર્ડમાં રૂ.84 પ્રતિમણ એટલે કે સવા ચાર રૂપિયા પ્રતિકિલો ભાવ નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સૃથાનિક ખેડૂતો પાસેથી હાલ દરરોજ રપથી 30 હજાર બોરી(1200થી 1500 ટન) ડુંગળી બજારમાં આવી રહી છે. જ્યારે અમદાવાદના સરદાર પટેલ યાર્ડમાં નાસિક અને સૌરાષ્ટ્રમાંથી રોજની 8 હજાર બોરી (400 ટન) જેટલી ડુંગળી આવી રહી છે. આખા રાજ્યમાં સરેરાશ પ0 હજાર બોરીની આવક થઈ રહી છે.

ગુજરાતમાં ગત વર્ષે ર8,647 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. પરંતુ આ વર્ષે ભાવ ઉંચકાતા ખેડૂતોએ ડુંગળીનું વ્યાપક વાવેતર કરતા આંકડો 4ર,343 હેક્ટરે પહોંચ્યો હતો. લગભગ પોણા બે ગણા થયેલા વાવેતરનું બમ્પર ઉત્પાદન હવે બજારમાં આવતા ડુંગળીના ભાવ ઘટી ગયા છે. ખેડૂતોની સ્થિતિ અત્યારે એટલી કફોડી બની ગઈ છે કે, માર્કેટ યાર્ડ સુધી ડુંગળી લાવવાનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. એકાદ પખવાડિયામાં ભાવ વધારે ઘટશે તો ખેડૂતોને ડુંગળી રસ્તા પર ફેંકી દેવાનો વારો આવશે. અલબત, છુટક બજારમાં અત્યારે 40થી 50 રૂપિયે કિલો વેચાણ થઈ રહ્યું છે.

READ ALSO

Related posts

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

Mayur

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur

કેરળનાં બિશપ વિરુદ્ધ દુષ્કર્મની વધુ એક ફરીયાદ, નને લગાવ્યા અત્યંત ગંભીર આરોપો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!