GSTV

વિશ્વભરમાં હાથ ફેલાવ્યો પણ કોઈએ 1 ડોલરની મદદ ન કરી : ઈમરાન ખાન

Corona

Last Updated on April 26, 2020 by Mayur

આતંકવાદને ઉછરેતા અને પોષતા પાકિસ્તાનને શું કોરોના વાઈરસના કહેર વચ્ચે કોઈ આર્થિક મદદ નથી મળી રહી ? પીએમ ઈમરાન ખાન દ્રારા હવે આપવામાં આવેલું નિવેદન આ વાત તરફ જ ઈશારો કરી રહ્યું છે. તેમણે એક નિવેદન આપતા કહ્યું છે કે, આ સંકટમાં તેમને કોઈ પણ દેશે અથવા તો વૈશ્વિક સંગઠને પાકિસ્તાનને એક ડોલરની પણ મદદ નથી કરી. પાકિસ્તાન એ રાષ્ટ્રોમાં સામેલ છે જેની સ્થિતિ એક સાંધો ત્યાં તેર તૂટે જેવી છે અને ઉપરથી કોરોનાનો તેના પર માર પડ્યો છે.

1 ડોલરની પણ મદદ નથી કરી

આવનારો સમય પણ પાકિસ્તાન અને ઈમરાન ખાન માટે મુસીબત બનવાનો છે. પણ કોઈ દેશ મદદ કરવા માટે તૈયાર નથી. થોડાં દિવસ પહેલાં જ તેમણે વૈશ્વિક સમુદાયને અપીલ કરી હતી કે નબળા દેશોનું ઋણ માફ કરી દેવું જોઈએ. બીજી તરફ પ્રભાવશાળી લોકો અને પત્રકારો સાથે વાતચીત કરતા ઈમરાન ખાને કહ્યું કે, મહામારીના કારણે અર્થવ્યવસ્થા પર ઘાતક અસર પહોંચી છે. આમ છતાં કોઈ પણ દેશે એક ડોલરની પણ મદદ નથી કરી. ઈમરાન ખાને એક વાત કહી ઉમેર્યું હતું કે, આઈએમએફ દ્રારા તેમને થોડી સહાય પ્રાપ્ત થઈ છે.

સત્ય ઉજાગર થઈ જ જશે

તો વિરોધીઓ પર નિશાનો સાધતા ઈમરાન ખાને કહ્યું કે, લોકો સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર કરી રહ્યા છે. જેમણે ભ્રષ્ટાચારમાંથી પૈસા બનાવ્યા છે તે ફ્રિ મીડિયાથી ભયભીત છે કારણ કે તેમનો ભાંડો ફૂટી જશે. તેમણે કહ્યું કે ગમે તેટલું ખોટું બોલવાનો પ્રયત્ન કરવામાં આવે પણ સત્ય ઉજાગર થઈ જ જશે.

વિશ્વ બેંકે અપેક્ષા કરતાં વધારે નાણા આપ્યા

માર્ચની શરૂઆતમાં પાકિસ્તાન માટે એક સારી ખબર આવી હતી. જ્યારે વિશ્વ બેંક અને એશિયા બેંક એટલે કે એડીબીએ પણ કોરોના વાઈરસ અને તેના સમાજીક-આર્થિક પ્રભાવ સામે લડવા માટે 58.8 કરોડ ડોલર પર સહમતિ વ્યક્ત કરી હતી. કોરોનાના કેસ વધવાના કારણે ઈમરાન સરકારે બંન્ને બેંકો સાથે વાતચીત કરી હતી. સરકાર તરફથી આપવામાં આવેલા આ નિવેદનમાં વિશ્વ બેંકે 23.8 કરોડ ડોલર એટલે કે એડીબી 35 કરોડ ડોલરની લોન આપશે. આ પાકિસ્તાન માટે ખૂબ જ રાહતની વાત હતી. કારણ કે તેમને આશા હતી કે વિશ્વ બેંક તેને 14 કરોડ ડોલર જ આપશે. પણ વિશ્વબેંકે 23 કરોડ ડોલરથી વધારાની પ્રતિબદ્ધતા જાહેર કરી. બીજી બાજુ અમેરિકાએ પણ કહ્યું હતું કે તે પણ એક કરોડ ડોલરની મદદ આપશે. હવે જો ઈમરાન ખાનની વાત માનવામાં આવે તો પાકિસ્તાનને આ મદદ હજુ સુધી મળી નથી શકી.

મિત્ર સાથે પણ કર્યો દગો

ખરા સમયે ઈમરાન ખાનને મિત્રો પણ કામ નહોતા આવ્યા. સદાબહાર મિત્રમાં જેમની ગણના થાય છે તેવા ચીને ઈમરાન ખાનને બ્રા અને અંડરવિયરમાંથી બનેલા માસ્ક પધરાવી દીધા હતા. જે વાતની પાકિસ્તાની સ્થાનિક મીડિયાએ ટીકા કરી હતી, ઉપરથી ચૂનો લગાવ્યો હોવાની વાત પણ ઉચ્ચારી હતી. જેથી પાકિસ્તાન માટે તો પહેલો સગો પાડોશી કહેવત માત્ર શોભાના ગાંઠીયા સમાન બની ગઈ હતી અને ખરા ટાણે ચીન તાળી દોસ્ત બન્યું હતું.

READ ALSO

Related posts

ઉજવણીમાં મસ્ત! બર્થડે પાર્ટીમાં નિયમો નેવે મૂક્યા, આપના નેતાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલ્યા

pratik shah

સેવા સેતુ કે કુસેવા? ક્યાંક લોકોએ ફરજિયાત ભાષણ સાંભળવું પડ્યું, ક્યાંક બાળકો સહિતની ભીડ ભેગી કરાઈ તો ક્યાંક વળી લોકોના કામ ટલ્લે ચડ્યાં..

Bansari

ફાયદાનો સોદો/ FD કરતાં વધુ રિટર્ન આપે છે LICની આ પોલીસી, એકવાર રૂપિયા જમા કરીને મેચ્યોરિટી પર મેળવો 27 લાખ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!