સોશિયલ મીડિયા સાઈટ વોટ્સએપને લઈને છેલ્લા કેટલાય દિવસોથી અવનવી ખબરો આવી રહી છે. વોટ્સએપે પોતાની નવી પોલીસીને લઈને યુઝર્સે ડેટા ઉપયોગ કરવાની વાત કહી છે, જેનો લોકો ખૂબ વિરોધ કરી રહ્યા છે. આ જ કારણ છે કે, છેલ્લા કેટલાક દિવસોમાંથી વોટ્સએપ યુઝર્સની સંખ્યામાં ખૂબ ઘટાડો થઈ રહ્યો છે. જો કે, આ તમામની વચ્ચે વોટ્સએપે સ્પષ્ટતા કરી છે કે, યુઝર્સના પર્સનલ ચૈટ અને ડેટાને કોઈ ખતરો આવશે નહીં. ઘણી વાર એવુ બને છે કે, આપણો ફોન ખોવાઈ જતાં ખોટા વ્યક્તિના હાથમા આવવાથી આપણને ડર સતાવતો હોય છે. જેનાથી આપની તમામ માહિતી અન્ય કોઈના હાથમાં જવાનો પણ ખતરો રહેતો હોય છે. આ ઉપરાંત ઘણી વાર બાળકો પણ વોટ્સએપ પર કોઈને ક્યાંરેક રમત રમતામાં ખોટા મેસેજ મોકલી દેતા હોય છે. આવી સ્થિતીમાં ઘરમાં બાળકોને આવા ચૈટથી દૂર રાખવા અને પોતાના ચૈટને સુરક્ષિત રાખવુ મુશ્કેલી બની જાય છે. ત્યારે આજે અમે આપને જણાવા જઈ રહ્યા છીએ કે, વોટ્સએપમાં અમુક સેટિંગ કરીને આપ આપનો ડેટા સુરક્ષિત રાખી શકો છો. જેના માટે તમારે સેટિંગમાં અમુક પ્રકારના ફેરફાર કરવાના રહેશે.
વ્હોટ્સએપનું ટૂ સ્ટેપ ઓથેન્ટિફિકેશન સેટિંગ
તમને કદાચ આ વાતની જાણ નહીં હોય પરંતુ તમારા વ્હોટ્સએપ સેટિંગમાં જ ચેટને સુરક્ષિત રાખવાનો વિકલ્પ રહેલો છે. આ માટે પહેલા તમારે પોતાના ફોનમાં વ્હોટ્સએપ ઓપન કરવું પડશે. હવે વ્હોટ્સએપમાં આપવામા આવેલા સેટિંગ્સના વિકલ્પને પસંદ કરી અકાઉન્ટ પર ક્લિક કરો. અહીં તમને ટુ-સ્ટેપ વેરિફિકેશનનો વિકલ્પ મળશે. તેની પર ક્લિક કરી તેને ઈનેબલ કરો. તેમા તમે 6 અંકનું પિન નાખી શકો છો. જે પછી તમે કોઈ નવા ફોનમાં પોતાનું વ્હોટ્સએપ ઓપન કરશો તો તમને પિનની જરૂર પડશે. ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડને ક્રિએટ કર્યા બાદ તમારી પાસે પોતાના ઈમેલ આઈડીને લિંક કરવાનો વિકલ્પ પણ મળશે. તેનો ફાયદો એ છે કે જો તમે પિન ભૂલી જાવ તો મેલ પર વેરિફિકેશન લિંક આવશે અને તમે તેના વડે વ્હોટ્સએપ ઓપન કરી શકો છો.
ફોનમાં લગાવો ફિંગર પ્રિંટ લોક
જો તમે ઈન્ટરનેટ બેંકીંગ અથવા જરૂરી ઓફિશિયલ કામ પોતાના ફોનમાં અથવા વોટ્સએપ દ્વારા કરતા હોવ તો આપના ફોનમાં પૈટર્ન લોકની જગ્યાએ ફિંગર પ્રિન્ટ લોક લગાવવો જોઈએ. જેનાથી આપનો ફોન અન્ય કોઈના હાથમાં જાય તો પણ કોઈ ખોલી ન શકે. જેના માટે આપે ફોનના સેટિંગમાં જઈને પ્રાઈવેસી ઓપ્શનમાં પસંદગી કરવાની રહેશે. આ ઉપરાંત વોટ્સએપમાં પણ ફિંગર પ્રિન્ટ લોક લગાવી શકો છો. આપને વોટ્સએપ સેટિંગમાં જઈને પ્રાઈવેસીમાં જઈને સૌથી નીચે Fingerprint Lock ઓપ્શન દેખાશે. જ્યાં આપ તેને ઈનેબલ કરી શકો છો. આવી રીતે લોક કરવાથી કોઈ અન્ય વ્યક્તિ આપની પર્સનલ ચૈટ વાંચી શકશે નહીં.
વોટ્સએપ મેસેજ વાંચતા નહીં ખબર પડે
જો તમારે પણ મેસેજ વાંચ્યા છતાં સામે વાળાને ખબર ન પડે એવુ કરવુ હોય તો , આપ વોટ્સએપમાં Read Receipts ઓપ્શન ઓફ કરી શકો છો. વોટ્સએપના સેટીંગમાં જઈને Accountમાં જાવ. અહીં આપને Privacy અંદર Read Reciepts ઓપ્શન મળશે. આપ અહીં ઓફ કરી દો. જેનાથી સામે વાળાને ખબર નહીં પડે કે, આપે તેમનો મેસેજ વાંચ્યો છે કે નહીં.
READ ALSO
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ મતગણતરી શરુ, ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં કોની રહેશે પક્કડ, સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ આગળ
- LIVE: જિલ્લા પંચાયત, ન પાલિકા તાલુકા પંચાયતની ચૂંટણીની પરિણામોમાં કાંટાની ટક્કર
- નગર પાલિકા રિઝલ્ટ/ ભાજપે આટલી બેઠકો પર મારી બાજી, જાણો શું છે કોંગ્રેસના હાલ
- રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક
- કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી