GSTV

હવે નથી જરૂરત ગભરાવવાની / ફોનમાં Password ન હોવા પર પણ કોઈ નહિ જોઈ શકે તમારી પર્સનલ વસ્તુઓ, કરો આ કામ

ફોન

Last Updated on June 12, 2021 by Damini Patel

દરેકના ફોનમાં કેટલાક એવા રાઝ હોય છે જે લોકો એક બીજાથી છુપાવે છે. જેના કારણે પણ પોતાના ફોનમાં પિન અથવા પેટર્નનો ઉપયોગ કરે છે. છતાં પણ ફોન અનલોક રહી જાય છે તો એક ભય રહે છે કે કોઈ કઈ જોઈ ના લે. એવામાં આજે અમે તમને એક એવા ફીચર અંગે જણાવવાના છે, જેના દ્વારા તમારો ફોન અનલોક હોવા છતાં એમાં કોઈ કઈ કરી શકશે નહિ.

શું છે ફીચર ?

ટ્રાન્સફર

એન્ડ્રોઇડ ફોનમાં ખાસ ફીચર હોય છે Pin the Screen. ઘણા ફોનમાં Screen Pinningના નામ પર આવે છે, પરંતુ બંનેના કામ એક જ છે. આ ફીચરનું કામ છે કે જો તમારો ફોન બીજા પાસે જતો રહે છે તો તે બીજા કોઈ એપને નહિ ખોલી શકે. એ ફીચર એન્ડ્રોઇડ 5.0 વર્ઝન પછી મોટાભાગે સ્માર્ટફોનમાં આપવામાં આવી રહ્યું છે.

આ રીતે કરો ફિચરનો ઉપયોગ

યુવતી
  • આના માટે સૌથી પહેલા તમારે સ્માર્ટફોનની સેટિંગમાં જવું પડશે પછી Security & Lock સ્ક્રીનનો વિકલ્પ હશે જેના પર તમારે ટેપ કરવું પડશે.
  • અહીં પ્રાઇવેસી સતાહૈ જોડાયેલ ઘણા વિકલ્પ હાજર છે. અહીં નીચે સ્ક્રોલ કરવા પર Pin the Screen અથવા Screen Pinning નામનો વિકલ્પ હશે. એને ઓન કરી લો.
  • ત્યાર પછી તમારા મિત્રએ જે એપનો ઉપયોગ કરવો છે એ ઓપન રાખો બીજા બંધ કરી દો.
  • પછી Recent Appsના ઓપ્શનમાં જાઓ. જે એપને પિન કરવું છે તેના પર લોન્ગ પ્રેસ કરો.
  • પછી PINના વિકલ્પને સિલેક્ટ કરો. એવું કર્યા પછી જે એપ તમે પિન કરી છે એ ઉપરાંત બીજું કઈ નહિ ખુલે.

આ રીતે હટાવો પિન

જ્યારે મન કરે ત્યારે ઓફ કરી શકો છો. પિનના ઓપ્શનને હટાવવા માટે Home અને Back એક સાથે પ્રેસ કરવાનું રહેશે. સાથે જ સ્ક્રીન પાસવર્ડનો ઉપયોગ કરી શકશો.

Read Also

Related posts

ટોક્યો ઓલિમ્પિકઃ 13 વર્ષની જાપાની સ્પર્ધકે ગોલ્ડ મેડલ મેળવી રચ્યો ઈતિહાસ, આ સ્પર્ધામાં દેશનું નામ રોશન કર્યું

Pritesh Mehta

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave

આ રીતે બાળકોના નામ પર જમા કરો પૈસા, દર વર્ષે આટલા રૂપિયા સુધી બચાવી શકો છો ઈનકમ ટેક્સ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!