અમૃતસર: અમૃતપાલને પંજાબ, હરિયાણા અને દિલ્હી એમ ત્રણ રાજ્યોની પોલીસ તેમજ એજન્સીઓ શોધી રહી છે. છેલ્લા ૧૨ દિવસથી અમૃતપાલ ફરાર છે. એવામાં તેણે એક વીડિયો જાહેર કરીને સમગ્ર પોલીસ તંત્ર અને એજન્સીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે તંત્રએ જે કરવું હોય તે કરી લે પણ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. અગાઉ અહેવાલો હતા કે અમૃતપાલ અકાલ તખ્તમાં આત્મસમર્પણ કરવા તૈયાર હતો, જોકે હવે તેણે સમગ્ર તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

વારિશ પંજાબ દેનો પ્રમુખ અમૃતપાલ ક્યાં છે તેની હજુસુધી કોઇ જ જાણકારી નથી મળી, અગાઉ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, અમૃતપાલને શરણ આપનારાઓની પણ ધરપકડો ચાલુ છે. અત્યાર સુધીમાં ૧૫૦થી વધુની ધરપકડો કરવામાં આવી છે. જે અમૃતપાલના સંગઠન વારિશ પંજાબ દે સાથે જોડાયેલા છે. અમૃતપાલ ૨૧મી માર્ચે એક મહિલાને ત્યાં રોકાયો હતો. અમૃતપાલ અકાલ તખ્તમાં આત્મસમર્પણ કરવા માગતો હતો, જોકે તે પહેલા જ પોલીસે તેને હોશિયાપુરમાં ઘેરી લીધો હતો. તે પછી અમૃતપાલ પોતાની કાર છોડીને ભાગી ગયો હતો.
એજન્સીઓનું માનવું છે કે અમૃતપાલ કોઇ ધાર્મિક સ્થળને આત્મસમર્પણ માટે પસંદ કરી શકે છે. આમ કરવાથી તે લોકો વચ્ચે હિરો બનવા માગે છે અને વિક્ટીમ કાર્ડ ખેલી રહ્યો છે. પોલીસે હાલ પંજાબના હોશિયારપુરના મરૈયા ગામમાંથી એક ઇનોવા કાર જપ્ત કરી છે. આ કાર અમૃતપાલની હોવાનું ખુલ્યું છે. જે તેને છોડીને ખેતરોમાં ઘૂસીને ભાગી ગયો હતો. આ ઉપરાંત તે એક આંતરરાષ્ટ્રીય એજન્સીને ઇન્ટરવ્યૂ આપવાની પણ ફિરાકમાં છે. એવામાં હાલ તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહ્યો છે કે મારો કોઇ વાળ પણ વાંકો નહીં કરી શકે.
સાથે જ તે લોકોને ભડકાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે શીખોએ એક મોટા મકસદ માટે એક થવાનું છે. તેણે દાવો કર્યો હતો કે સરકારે મહિલાઓ અને બાળકો પર પણ અત્યાચાર કર્યો છે. સામાન્ય સાથીઓ પર પણ એનએસએ લાગુ કરી દેવામાં આવ્યો છે. અમે જે રસ્તે જઇ રહ્યા છીએ તેમાં આ જ પરીણામ આવશે તેની મને જાણકારી હતી.
એવા અહેવાલો છે કે અમૃતપાલે આ વીડિયો ઉત્તર પ્રદેશથી રેકોર્ડ કર્યો છે અને તેને બ્રિટનથી પોતાના સાથીઓ દ્વારા સોશિયલ મીડિયા પર વહેતો કરાવવામાં આવ્યો હતો. વીડિયોને લખીમપુર ખીરીમાં બનાવવામાં આવ્યો હતો, જ્યાં અગાઉ તે હોવાની જાણકારી પોલીસને મળી હતી. પોતાનું લોકેશન છુપાવવા માટે તેણે આમ કર્યું હોવાના અહેવાલો છે.
READ ALSO
- મોટા સમાચાર / રાજ્યમાં બિન હથિયારધારી 242 PSIને PI તરીકે અપાઈ બઢતી, જુઓ કોને અપાયું પ્રમોશન
- બોડકદેવ વિસ્તારમાં વાછરડાને વિખુટું પડતા બચાવવામાં આવ્યું, ખાખીએ ફરી માનવતા મહેકાવી
- સુરતમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં : શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા
- આને કહેવાય માનવતા / સુરતમાં ટ્રાફિકમાં ફસાયેલી 108 એમ્બ્યુલન્સને તડકામાં દોઢ કિલોમીટર દોડીને યુવકે રસ્તો કરી આપ્યો
- મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે