GSTV

તમારી મરજી વિના તમને Groupમાં કોઇ નહી કરી શકે એડ, Whatsappમાં આવી ગયું છે નવું ફિચર

Last Updated on November 9, 2019 by Karan

વૉટ્સએપ પોતાના યુઝર્સ માટે એક ખાસ ફિચર લઇને આવ્યું છે. ફિચરની ખાસિયત એ છે કે તમે તે નક્કી કરી શકશો કે તમારા કોન્ટેક્સમાંથી કોણ તમને વૉટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે છે અને કોણ નહી. આ નવું ફિચર આ વર્ષની શરૂઆતમાં આવેલા આ જ ફિચરનું અપગ્રેટેડ વર્ઝન છે. તેમાં યુઝર્સને વધુ સારી પ્રાઇવસી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મળવા લાગ્યું આ નવુ ઓપ્શન

કોઇ તમને પસંદ ન હોય તેવા ગ્રુપમાં એડ ન કરી દે તેના માટે કંપની અત્યાર સુધી યુઝર્સને ત્રણ ઓપ્શન ‘everyone’, ‘my contacts’  અને ‘no body’નો ઓપ્શન આપતી હતી. નવા અપડેટ સાથે વૉટ્સએપ પર who can add me to a group માટે ‘my contacts except’નું નવુ ઓપ્શન ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે. આ ઓપ્શન ‘no body’ના સ્થાને આવ્યું છે.

આ રીતે ઑન કરો ફીચર

આ ઓપ્શનની ખાસ વાત એ છે કે તેની મદદથી હવે તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં તે લોકોને સિલેક્ટ કરી શકશો જેના દ્વારા તમે ક્યારેય કોઇ વૉટ્સએપ ગ્રુપમાં એડ નથી થવા માગતા. આ ફીચર ઑન કરવા માટે તમારે વૉટ્સએપ સેટિંગ્સમાં જવાનું રહેશે. અહીં એકાઉન્ટ પર ટેપ કરીને પ્રાઇવસી સેક્શનમાં જાઓ અને ગ્રુપ્સ વાળા ઓપ્શનને ઓપન કરો. અહીં સૌથી છેલ્લે તમારે ‘my contacts except for’ને સિલેક્ટ કરો. બાય ડિફોલ્ટ તે ‘everyone’ પર સિલેક્ટ રહે છે.

તે બાદ તમારી સ્ક્રીન પર કોન્ટેક્ટ લિસ્ટ ખુલી જશે. જે કોન્ટેક્ટ દ્વારા તમે પોતાને કોઇ ગ્રુપમાં એડ ન કરવા માગતા હોય તેને સિલેક્ટ કરી લો. સિલેક્ટ કરવાની સાથે જ તે કોન્ટેક્ટ લાલ માર્કના થઇ જશે. તે બાદ ગ્રુપ ઓપ્શનમાં તમને એક્સક્લૂડ કરવામાં આવેલા કોન્ટેક્ટની લિસ્ટ જોવા મળશે.

ટૂંક સમયમાં બધા જ યુઝ કરી શકશે આ ફિચર

નવુ ફીચર ઇન્ટ્રોડ્યુસ થવાની સાથે જ જો કોઇ ગ્રુપ એડમિન કોઇને કોઇ ગ્રુપમાં એડ કરવા માગે તો પહેલા તેણે ઇનવાઇટ મોકલવુ પડશે. તમે આ ઇનવાઇટને એક્સેપ્ટ કરીને ગ્રુપમાં એડ થઇ શકો છો. આ ઇનવાઇટ ત્રણ દિવસ સુધી માન્ય રહેશે. કંપનીએ જણાવ્યું કે આ ફિચર ટૂંક સમયમાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે.

Read Also

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!