GSTV
Gujarat Government Advertisement

સરકારી નોકરી રહી બાજુમાં પણ મોટા પાયે છટણીની તૈયારી, મોદી સરકારે બદલી દીધા છે આ નિયમો

Last Updated on August 31, 2020 by Karan

કેન્દ્ર સરકારે તેના તમામ વિભાગોને નોકરીના 30 વર્ષ પૂરા કરનાર કર્મચારીઓના સર્વિસ રેકોર્ડની સમીક્ષા કરવા જણાવ્યું છે. અયોગ્ય અને ભ્રષ્ટ કર્મચારીઓની ઓળખ થઈ શકે અને લોકોના હિતમાં સમય પહેલા નિવૃત્ત થઈ શકે. સરકારી કર્મચારીઓની અકાળ નિવૃત્તિ આ નિયમો હેઠળ સજા નથી. આ ‘ફરજિયાત નિવૃત્તિ’ કરતા અલગ છે જે કેન્દ્રીય સિવિલ સર્વિસીસ નિયમો, 1965 હેઠળ નિર્દિષ્ટ દંડ અથવા માન્યતાઓમાંથી એક છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કર્મચારીની 50-55 વર્ષની ઉંમરે અથવા 30 વર્ષની નોકરી પૂર્ણ કર્યા પછી કોઈપણ સમયે જાહેર હિતમાં સમય પહેલા – અકાળે નિવૃત્ત થઈ શકે છે.

કાયદા મૂજબ જો જરૂરી હોય તો જાહેર હિતમાં નિવૃત્ત થવા માટે નોકરને ‘સંપૂર્ણ અધિકાર’ આપે છે. આ બધું બતાવે છે કે કેન્દ્ર સરકાર પાસે પગાર કરવાના પૈસા નથી તેથી તે તેના કર્મચારીઓની ભરતી નહીં કરશે. તેમને જૂના કર્મચારીઓને વહેલા નિવૃત્ત કરી રહી છે. મોટા પાયે છટણી કરવાની આ તૈયારી માનવામાં આવે છે. કર્મચારી સંગઠનો સરકાર સામે બોલી શકતા નથી. મોદી સરકાર હવે બળજબરીથી કર્મચારીઓને છૂટા કરી શકશે.

દરમિયાન, કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, પેન્શનરો હવે વિલંબની શક્યતાને દૂર કરીને સીધા તેમના ડિજિલોકરમાં ઇલેક્ટ્રોનિક પેન્શન ચુકવણી હુકમ (ઇ-પીપીઓ) મેળવશે. ડિજિલોકર એ નાગરિકો માટેનું ડિજિટલ દસ્તાવેજ વોલેટ છે. આમાં, તેઓ તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજોને ઇલેક્ટ્રોનિક રૂપે રાખી શકે છે અને એક્સેસ કરી શકે છે. રૂબરુમાં નકલ લેવાની ફરજ ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. સિંહે જણાવ્યું હતું કે પેન્શનરોની સુવિધા માટે ઈ-પીપીઓ ડિજિલોકર સાથે જોડવામાં આવશે. ઇ-પીપીઓ સીધા સંબંધિત પેન્શનરના ડિજિલોકરને મોકલવામાં આવશે. જેનાથી વિલંબ થવાની સંભાવનાને દૂર કરવામાં આવશે.

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!