GSTV

વડાપ્રધાનને સલામ: દુનિયાનો એક એવો દેશ જ્યાં કોરોનાને છે નો એન્ટ્રી, 100 દિવસમાં એક પણ કેસ આવ્યો નથી

જ્યારે આખું વિશ્વ વૈશ્વિક કોરોના વાયરસ સામે લડી રહ્યું છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પતન પામી છે, ત્યારે ન્યૂઝિલેન્ડ એ એક ઉદાહરણ પુરૂ પાડ્યુ છે, જ્યાં છેલ્લા 100 દિવસમાં ઘરેલું ચેપનો એક પણ કેસ થયો નથી. ન્યૂઝિલેન્ડમાં માર્ચના અંતમાં કડક લોકડાઉન દ્વારા સંક્રમણ સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં આવ્યું હતું. દેશમાં ફક્ત 100 લોકોને ચેપ લાગ્યો હતો. રવિવારે ઘરેલું ચેપનો એક પણ કેસ ન થતાં 100 દિવસ રવિવારે પૂર્ણ થયાં હતાં. છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં ફક્ત થોડા જ લોકોને ચેપ લાગ્યાં છે, જે વિદેશથી પરત ફરી રહ્યા છે અને તેમને સરહદ પરના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં ફક્ત 1500 જ કેસ નોંધાયા

ઓટાગો યુનિવર્સિટીના રોગચાળાના નિષ્ણાત પ્રોફેસર માઇકલ બેકરે કહ્યું, “આ સારા વૈજ્ઞાનિત અને મહાન રાજકીય નેતૃત્વની આશ્ચર્યજનક ઘટના છે.” જો તમે વિશ્વભરમાં નજર કરશો, તો તે દેશો કે જે ચેપને નિયંત્રણમાં રાખવામાં સફળ થયા છે, ત્યાં સામાન્ય રીતે આ બે બાબતોનો જોવા મળે છે. ન્યૂઝિલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્નના નેતૃત્વની સર્વાંગી પ્રશંસા થઈ રહી છે. તેમણે લોકોને લોકડાઉનની પરિસ્થિતિ વિશે દરરોજ માહિતગાર કર્યા અને લોકડાઉનનું સખત પાલન કરીને ચેપનો સામનો કરવાની ખાતરી આપી હતી. દેશમાં અત્યાર સુધીમાં ચેપના આશરે 1,500 કેસ નોંધાયા છે અને તેમાંથી 22 લોકોનાં મોત નીપજ્યાં છે.

વિશ્વમાં કોરોનાની હાલત


અહીં નોંધનીય છે કે, વિશ્વમાં કોરોનાવાયરસ ચેપના 1 કરોડ 98 લાખ 3 હજાર 3 કેસ નોંધાયા છે. તેમાંથી 1 કરોડ 27 લાખ 20 હજાર 568 દર્દીઓ સાજા થયા છે. 7 લાખ 29 હજાર 568 લોકો મૃત્યુ પામ્યા છે.

READ ALSO

Related posts

IPLની શરૂઆત અગાઉ રોહિત શર્માએ કહ્યું – કોની વિરુદ્ધ રમવું વધારે ગમે છે

Mansi Patel

સૌથી વધુ વરસાદ છતા પણ કચ્છમાં ટેન્કર રાજ, ભુજમાં લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા

Nilesh Jethva

સરકારે પહેલીવાર કહ્યું આ તારીખે ભારતને મળશે કોરોના વેક્સીન, રશિયા સાથે ચાલી રહી છે ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!