GSTV
Home » News » ચેક બાઉન્સ કેસમાં હવે કોર્ટના ચક્કરમાંથી મળશે છૂટકારો, જાણો શું છે સરકારનો નવો પ્લાન

ચેક બાઉન્સ કેસમાં હવે કોર્ટના ચક્કરમાંથી મળશે છૂટકારો, જાણો શું છે સરકારનો નવો પ્લાન

ધારો કે, તમે ચેક લખીને કોઈને આપ્યો છે અને કોઈ કારણોસર તે બાઉન્સ થાય તો તમારા વિરુદ્ધ કાયદીય ફરિયાદ થઈ શકે છે. પણ હવે આવું નહીં થાય. તમારે હવે કોર્ટ કચેરીના ચક્કરમાં નહીં પડવું પડે. સરકાર ચેક બાઉન્સના કેસમાં એક નવા એપ્લિકેશન પર કામ કરી રહી છે. જેમાં મોટા ભાગના કેસ ઓનલાઈન જ સોલ્વ થઈ જશે, જેથી તમારે કોર્ટ કચેરીના આંટા લગાવવા નહીં પડે.

દસ્તાવેજમાં છેડછાડ, એકાઉન્ટ ચેકમાં મોટી રકમની સામે ઓછા પૈસા હોવાના કારણે ચેક બાઉન્સ થાય અથવા એવી કેટલીય ખામી હોય છે, જેના કારણે ચેક બાઉન્સ થાય છે. ચેક બાઉન્સ થવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બેંક મેમો મોકલે છે અને કાયદાકીય નોટિસ ફટકારવામાં આવે છે.

આ અંગે નિવેડો લાવવા માટે નેશનલ ઈન્ફોર્મેશન સેન્ટરના ડાયરેક્ટર જનરલ નીતા વર્માએ જાણકારી આપતા જણાવ્યું છે કે ઓનલાઈન સિસ્ટમ લાવી રહ્યા છીએ. જેમાં કોઈ સ્વિકારે કે, ભૂલ થઈ ગઈ છે, તો તેને કોર્ટ જવું પડશે નહીં. ત્યાં જો પેમેન્ટ કરી આપે તો કામ થઈ જશે.

એક સર્વે મુજબ જોઈએ તો, આવા કેસ લગભગ 35 ટકા જેટલા છે. એક વાર ચેક બાઉન્સ થયા બાદ તકલીફો તો આવે છે પણ સાથે સાથે મોટી મુશ્કેલીઓને નોતરે છે. વારંવાર ચેક બાઉન્સ થવાના કારણે સૌથી મોટો ખતરો ક્રેડિટ સ્કોર ખરાબ થવાનો છે અને તેનાથી મોટો ડર જેલ થવાનો પણ છે. ચેક બાઉન્સ થવો એક ગુનો છે. જેના પર ગુનાહિત કેસ લાગુ પડે છે. દંડની સાથે સાથે બે વર્ષ જેલની સજા પણ થઈ શકે છે. અમુક કેસમાં બેંક અકાઉન્ટ પણ સીલ થઈ જાય છે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

મોદી સરકાર ‘મંદી’ શબ્દને સ્વિકારવા તૈયાર જ નથી, જો સમસ્યાઓની ઓળખ નહીં થાય તો…

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!