GSTV
Home » News » હવે ગર્ભનિરોધક દવાઓ ખાવાની નહીં પડે જરૂર, આ પૈચ લગાવી અટકાવી શકાશે ગર્ભધારણ

હવે ગર્ભનિરોધક દવાઓ ખાવાની નહીં પડે જરૂર, આ પૈચ લગાવી અટકાવી શકાશે ગર્ભધારણ

વર્તમાન સ્થિતિમાં દરેક દંપત્તિ એક જ સંતાનની ઈચ્છા રાખે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે પ્લાન વિના પણ ગર્ભ રહી જાય છે. આ સ્થિતિને ટાળવા માટે સ્ત્રીઓ ગર્ભનિરોધક દવાઓ લેતી હોય છે. જો કે આવી દવાઓ પણ ઘણીવાર અસરકારક સાબિત થતી નથી વળી દવાઓની આડઅસર પણ હોય છે. પરંતુ હવે આ રીતે થતાં ગર્ભધારણને અટકાવશે એક ખાસ બેન્ડેજ એટલે કે સામાન્ય એવી પટ્ટી.

વૈજ્ઞાનિકોને મળ્યા સકારાત્મક પરિણામ

આ બેન્ડેજની શોધ જોર્જિયાના વૈજ્ઞાનિકોએ કરી છે. તેનો પ્રયોગ સૌથી પહેલા ઉંદર પર કરવામાં આવ્યો હતો. આ પ્રયોગમાં તે એકદમ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યા બાદ તેનું પરિક્ષણ મહિલાઓ પર પણ કરવામાં આવ્યું. તેમાં પણ વૈજ્ઞાનિકોને સકારાત્મક પરિણામ જોવા મળ્યા.

ગર્ભનિરોધક દવાઓની જેમ કામ કરે છે આ પૈચ

વૈજ્ઞાનિકોએ એક એવું કોન્ટ્રાસેપ્ટિવ પૈચ તૈયાર કર્યું છે જે ગર્ભનિરોધક દવાઓ સમાન કામ કરે છે. આ પૈચ ત્વચા સાથે ચોંટી જાય છે અને ધીરે ધીરે 30 દિવસ સુધી મહિલાઓના રક્તમાં ગર્ભનિરોધક ડ્રગ છોડે છે.

મહિલાઓ માટે આ પૈચ બની શકે છે ગેમ ચેન્જર

આ બૈંડેજ નાની છે અને તે એક ડિવાઈસ છે. જેમાં નાની નાની સોઈ લગાવેલી છે, જે ત્વચા પર લાગે છે અને કોન્ટ્રાસેપ્ટિવ છોડવાનું શરૂ કરે છે. કેમિકલ અને બાયોમોલેક્યુલર ઈંજીનિયરિંગના પ્રોફેસર માર્ક સહિતના શોધકર્તાઓનું માનવું છે કે આ પૈચ મહિલાઓ માટે ગેમ ચૈંજર સાબિત થશે.

Read Also

Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari

જો તમારું પાન કાર્ડ ખોવાઈ જાય તો ન કરો ચિંતા, થોડા જ રૂપિયા ખર્ચવા પર મળશે બીજું પાન કાર્ડ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!