GSTV

ખુશખબરી/ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે નહિ આપવી પડે ટેસ્ટ, જાણો સરકારનો આ નવો નિયમ

લાઇસન્સ

Last Updated on August 22, 2021 by GSTV Web Desk

હાલ ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને એક ખુબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આર.ટી.ઓ.કચેરીની મુલાકાત નહી લેવી પડે. કેન્દ્ર સરકાર હાલ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટેના નિયમોમા અમુક ફેરફાર કરીને તેને ખૂબ જ સરળ બનાવી દીધું છે. તો ચાલો જાણીએ કે, સરકારે નવો નિયમ શું બહાર પાડ્યો છે?

હવે ડ્રાઇવિંગ ટેસ્ટની નહિ પડે જરૂર :

સરકારે હાલ ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં એક નવો સુધારો કર્યો છે. હાલ બહાર પાડવામા આવેલા નવા નિયમ મુજબ હવે તમારે આરટીઓ કચેરી પર જઈને કોઈપણ પ્રકારની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂરિયાત રહેશે નહી. લાઇસન્સના આ નિયમો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે. આ નિયમો હાલ આવનાર મહિનાથી અમલમા આવશે. આ નવા સુધારાના કારણે કરોડો લોકો કે, જે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ માટે આર.ટી.ઓ. કચેરીની વેઇટિંગ લિસ્ટમા પડેલા છે તેમને ખુબ જ મોટી રાહત મળશે.

લાઇસન્સ

ડ્રાઇવિંગ સ્કુલે જઈને લેવી પડશે ટ્રેનિંગ :

મંત્રાલય દ્વારા હાલ જે-જે લોકોએ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી છે અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા માટે આર.ટી.ઓમાં ટેસ્ટની રાહ જોઈ રહ્યા છે, તે હવે કોઈપણ માન્ય ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નોંધણી કરાવી શકે છે. તેમણે સૌથી પહેલા તો ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાંથી તાલીમ લેવાની રહેશે અને ત્યારબાદ પરીક્ષા પાસ કરવી પડશે. આ પરીક્ષા પાસ કરશે એટલે ડ્રાઇવિંગ સ્કુલ દ્વારા અરજદારોને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પ્રમાણપત્રના આધાર પર જ અરજદારોને ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામા આવશે. આ તાલીમ કેન્દ્રો અંગે માર્ગ અને પરિવહન મંત્રાલય તરફથી અમુક પ્રકારની ગાઈડલાઇન્સ અને શરતો પણ બહાર પાડવામા આવી છે. જેમાં તાલીમ કેન્દ્રોના વિસ્તારથી લઈને ટ્રેનરના શિક્ષણનો પણ સમાવેશ થાય છે. તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.

ગાઇડલાઇન્સ અને શરતો :

સૌથી પહેલા અધિકૃત એજન્સી એ સુનિશ્ચિત કરશે કે ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને લાઈટ મોટર વાહનો માટે તાલીમ કેન્દ્રોમાં ઓછામાં ઓછી એક એકર જમીન હોવી જોઈએ. જ્યારે મધ્યમ અને ભારે પેસેન્જર માલ-સામાનના વાહનો અથવા ટ્રેલર્સ માટેના કેન્દ્રોને બે એકર જમીનની જરૂર પડશે. વાહનોની ટ્રેનિંગ આપનાર ટ્રેનર કમ સે કમ 12 પાસ હોવો જોઈએ અને તેની પાસે ડ્રાઈવિંગનો કમ સે કમ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ તથા તે ટ્રાફિક નિયમોનો સારો જાણકાર હોવો જોઈએ.

લાઇસન્સ

હાલ મંત્રાલય દ્વારા શિક્ષણનો એક અભ્યાસક્રમ પણ નક્કી કરવામા આવ્યો છે. હળવા વાહનો ચલાવવા માટેના કોર્સનો સમયગાળો વધુમાં વધુ 4 અઠવાડિયા અને 29 કલાક સુધી ચાલશે. આ અભ્યાસક્રમને 2 ભાગમાં વહેંચવામાં આવશે. થિયરી અને પ્રેક્ટિકલ. કોઈપણ વ્યક્તિએ શહેરના રસ્તાઓ, ગામડાના રસ્તાઓ, હાઇવે, રિવર્સિંગ અને પાર્કિંગ તથા ચઢાણવાળા રસ્તાઓ પર ડ્રાઇવિંગ શીખવા માટે 21 કલાકનો સમય આપવો પડશે અને બાકીંના આઠ કલાકમા થિયરીનો સંપૂર્ણ અભ્યાસક્રમ લેવામા આવશે. થિયરીમા મુખ્યત્વે રસ્તામા શિસ્ત જાળવી રાખવું, ટ્રાફિક શિક્ષા, દુર્ઘટનાઓના કારણ સમજવા, દુર્ઘટના સમયે કરવામા આવતી પ્રાથમિક ચિકિત્સા વગેરે મુદાઓ સમજવામા આવશે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!