GSTV

મહારાષ્ટ્રમાં કેબિન-602 માં બેસવા તૈયાર નથી કોઇ મંત્રી, કારણ જાણી નહીં આવે વિશ્વાસ

મહારાષ્ટ્રમાં મહા વિકાસ આગામી સરકારના ગઠન બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ પણ થઈ ગયું છે, ત્યારબાદ મંત્રીઓ વચ્ચે વિભાગની વહેંચણીની તૈયારીઓ ચાલું છે, મંત્રીઓને વિભાગ અનુસાર મુંબઈ સ્થિત મંત્રાલયમાં ઓફિસ અલોટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ દરમિયાન અહીં છઠ્ઠા માળે આવેલ કેબિન નંબર 602 લેવા કોઇ મંત્રી તૈયાર નથી. આની પાછળ એવો અંધવિશ્વાસ છે કે, આ કેબિનમાં બેસનાર કોઇ મંત્રી તેનો કાર્યકાળ પૂરો કરી શક્યો નથી.

મંત્રાલયના છઠ્ઠા માળ પર આવેલ મહારાષ્ટ્રની સત્તાનું કેન્દ્ર તરીકે ઓળખાતી આ કેબિનને હાલ કોઇ મંત્રીને અલોટ કરવામાં આવી નથી. લગભગ ત્રણહજાર વર્ગ ફૂટની આ કેબિન નંબર 602 માં બે મોટા ઓરડા, સ્ટાફ માટે સભા રૂમ અને એક કૉન્ફરન્સ રૂમ છે. વર્ષ 2014 માં આ કગ્યાએ અંધવિશ્વાસ ફેલાતાં પહેલાં મુખ્યમંત્રી, કેબિનેટના સીનિયર મંત્રી અને મુખ્ય સચિવ પણ અહીં બેસતા હતા.

કેમ ફેલાયો અંધવિશ્વાસ
દેવેન્દ્ર ફડનવીસની સરકારમાં આ ઓફિસ બીજેપીના સીનિયર નેતા અને કેબિનેટ મંત્રી એકનાથ ખડસેને આપવામાં આવી હતી. તેમની પાસે કૃષિ, રાજસ્વ અને અલ્પસંખ્યક કલ્યાણ જેવા ત્રણ મહત્વના વિભાગ હતા. આ કેબિનમાં આવ્યાના બે વર્ષ બાદ દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાન સ્થિત ઘરના નંબર સાથે ફોન પર વાતચીત કરવાના સમાચારથી તેમને રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ આ કેબિનમાં આવેલ કૃષિમંત્રી પાંડુરંગ ફુંડકરનું હાર્ટ અટેકથી મૃત્યુ નીપજ્યું. ત્યારબાદ આ કેબિન થોડા મહિના બાદ ખાલી રહી. વર્ષ 2019 માં કૃષિ વિભાગના પ્રભારી અનિલ પાંડેને આ કેબિન આપવામાં આવી. વર્ષ 2019 નીં ચૂંટણીમાં તેઓ તેમની વિધાનસભા સીટ જ હારી ગયા.

ક્યારેક આ કેબિનમાં બેસી કામકાજ સંભાળનાર એનસીપી નેતા અજિત પવારે ઉદ્ધવ સરકારના ગઠન બાદ અહીં બેસવાની ના પાડી દીધી. નવી સરકારમાં આ કેબિન કોઇને આપવામાં આવી નથી. કેબિન વહેંચનારા વિભાગ તરફથી અંધવિશ્વાસને નકારી દેવામાં આવ્યો છે.

Related posts

ગુજરાતના ખેડૂત પુત્રની બાસ્કેટ બોલની નેશનલ ટીમમાં થઈ પસંદગી, ભારતીય ટીમમાંથી બહેરીન રમવા માટે જશે

Karan

રિકી પોન્ટિંગની આગાહી, ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી ભારતને ટેન્શન કરાવશે

Bansari

ઇન્ડિયન ગેમર્સ માટે ખુશખબર! PUBGને ભારતમાં મળી મંજૂરી, આ રીતે યુઝ કરી શકશો નવુ વર્ઝન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!