GSTV

શું ચલણમાં પણ થઈ જશે બંધ? દેશના બધા જ ATMમાં નહી મળે 2 હજાર રૂપિયાની નોટ

અમદાવાદ

દેશમાં નોટબંધી બાદ ચલાવવામાં આવેલ 2 હજાર રૂપિયાની નોટના ભવિષ્યને લઈને ફરી વખત ચર્ચા શરૂ થઈ ગઈ છે. અસલમાં બેન્ક દ્વારા પોતાના ઓટોમેટેડ ટેલર મશીન એટલે ATM માં ફેરફાર કરી 2 હજારની નોટની જગ્યાએ 500 રૂપિયાની નોટ રાખવાની મોટા પાયે કવાયત ચાલી રહી છે. જેથી હવે તમને ATMમાંથી 2 હજાર રૂપિયાની નોટ નહી મળી શકે. કારણે કે, દેશભરના 2,40,000 એટીએમ પરથી 2 હજાર રૂપિયાની નોટના રેક હટાવવાની પ્રક્રીયા શરૂ થઈ ગઈ છે. હવે દરેક મશીનમાં માત્ર 500, 200 અને 100 રૂપિયાની નોટની ટ્રે જ રહેશે.

3 હજાર ATM માં 2 હજારની નોટ નહી મળે

સૂત્રો જણાવ્યા પ્રમાણે, ATMમાં હાજર 4 ટ્રેમાંથી ત્રણમાં 500 રૂપિયાની નોટ રાખવામાં આવશે અને બાકી 1માં 100 કે 200 રૂપિયાની નોટ રાખવામાં આવશે. મીડિયા અહેવાલ પ્રમાણે આગામી થોડા મહિનાઓમાં આ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સરકારી ક્ષેત્રની ઈન્ડિયન બેન્કે પોતાના તમામ 3 હજાર ATM મશીનમાં 2 હજાર રૂપિયાની નોટ નહિં નાખવાનો આદેશ જાહેર કર્યો હતો.

સામાન્ય લોકો પર નહી પડે અસર

ઉલ્લેખનીય છે કે, બેન્કનો તર્ક હતો કે, 2 હજાર રૂપિયાની નોટ કાઢ્યા બાદ લોકોને નાની નોટ લેવા માટે બેન્કની શાખાઓમાં ધક્કા ખાવા પડે છે, જેથી બેન્કમાં પણ ભીડ વધી જાય છે. જો કે, 2 હજાર રૂપિયાની નોટને એટીએમથી હટાવવાથી સામાન્ય લોકો પર આની કોઈ અસર નહિં પડે. કારણ કે, 2 હજાર રૂપિયાની નોટ પહેલાની જેમ જ માન્ય ગણાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સરકાર ધીરે-ધીરે આ નોટને પ્રચલનમાંથી હટાવવાની તૈયારીમાં છે.

આ પહેલા પણ કરાયો હતો દાવો

જો કે, આ પહેલા પણ દાવો કરવામાં આવ્યો હતો કે, દેશની એક મોટી સરકારી બેન્કે પોતાની તમામ શાખાઓના ATMમાંથી 2 હજાર રૂપિયાની નોટને પરત મંગાવી લીધી છે અને આ નોટોને RBIની કરન્સી ચેક્ટ્સમાં જમા કરવામાં આવતી હતી.

READ ALSO

Related posts

Corona પીડિતોની મદદે વિશ્વનાથ આનંદ સહિત આ 6 ચેસ ખેલાડીઓ, ફંડ એકઠું કરવા માટે રમશે ચેરિટી ચેસ ટુર્નામેન્ટ

Bansari

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!